News of Monday, 26th May 2025
ઉદ્ઘાટનના બે દિવસમાં જ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધોવાયો
વાવાઝોડા અને વરસાદથી ટેન્ટ સહિતનો સામાન ઊડી ગયોઃઅતિશય પવનના કારણે ફેસ્ટમાંના ડોમ વેરવિખેર થઈ જાય છે

અમદાવાદ,તા.૨૬
ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
વાવાઝોડું સાથે વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ પડ્યો હતો. જેમાં વાવાઝોડાની સ્થિતિમાં બાબસર-આંબાવાડા નજીક ધરોઈ બ્યુટિફિકેશન ખાતે ટેન્ટ ઊડીને વાહનો પર પડતા નાસભાગ મચી હતી.
જ્યારે ઉદ્ધાટનના બે દિવસમાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ધોવાયો હોવાના દ્રશ્ય સામે આવ્યા છે.
ખેડબ્રહ્મા શહેર અને તાલુકાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ધરોઈ ખાતે એડવેન્ચર ફેસ્ટ ચાલી રહ્યો છે, ત્યારે ફેસ્ટમાં તૈયાર કરાયેલા વિવિધ ડોમનું વાવાઝોડા કારણે નુકસાન થયું હતું.
ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં વાવાઝોડાની સ્થિતિની વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે, અતિશય પવનના કારણે ફેસ્ટમાંના ડોમ વેરવિખેર થઈ જાય છે અને મુલાકાતીઓને ભારે પવન અને વરસાદને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
