<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

પેટાચૂંટણી માટે પક્ષે સોંપેલી જવાબદારી માટે ના પાડી દીધી

જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસને આપ્યો ઝટકોઃધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રદેશ નેતાગીરીએ કડી વિધાનસભા માટે સોંપેલી જવાબદારી સ્વીકારવાનો ઈક્નાર કરીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો

અમદાવાદ,તા.૨૬

રવિવારે ગુજરાતના બે વિધાનસભાના પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ૧૯ જુને વિસાવદર અને કડી પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રદેશ નેતાગીરીએ કડી વિધાનસભા માટે સોંપેલી જવાબદારી સ્વીકારવાનો ઈક્નાર કરીને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કડી અને વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રભારીની જાહેરાત કરવામાં આવી હતી. બંને વિધાનસભા માટે ૪-૪ પ્રભારીની જાહેર કરવામાં આવી છે. વિસાવદર માટે પરેશ ધાણાની, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને પૂંજા વંશની પ્રભારી તરીકે નિમણૂંક કરાઈ. તો કડી માટે ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને માલધારી નેતા રઘુ દેસાઈની પ્રભારી તરીકે નિમણૂંક કરાઈ.

આ સાથે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આ પ્રભારીઓ બે દિવસમાં સ્થળ પર જશે અને સ્થાનિક કાર્યકરોને મળશે. તેના બાદ મોવડી મંડળ મુકુલ વાસનિક પરામર્શ કરશે. અમે ૨ જૂન છેલ્લા દિવસે અમે ફોર્મ ભરવા નહિ જઈએ. અમે જીતવાના છે અને જીતવા માટે લડવાના છે. ગુજરાતમાં જે પરિસ્થિતિ તે પરિસ્થિતિ ત્રાજવામાં મૂકે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રદેશ નેતાગીરીને મોટો ઝટકો આપ્યો છે. અમરેલી ઘટના અંગે પક્ષ સામે નારાજગી દર્શાવ્યા બાદ જિગ્નેશ મેવાણીએ નવી જવાબદારી નિભાવવા ઈક્નાર કરી દીધો. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રભારી તરીકે ગઈકાલે જ જવાબદારી સોંપાઈ હતી. ત્યારે જવાબદારી સોંપાયા બાદ આજે પ્રદેશ નેતાગીરીને મનાઈ ફરમાવી દીધી.

જિગ્નેશ મેવાણીએ કડી વિધાનાભામાં પ્રભારી તરીકે જવાબદારી નહીં સ્વીકારવાના નિર્ણય અંગે અંગે શક્તિસિંહ ગોહિલને અવગત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આગાઉ જીગ્નેશ મેવાણી અનેકવાર પક્ષથી નારાજગી દર્શાવી ચૂક્યા છે.

ગુજરાતની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદરમાં ૧૯ જૂને પેટાચૂંટણી યોજાશે, જ્યારે ૨૩ જૂને મતગણતરી હાથ ધરાશે.. ૨૬મેથી ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરી શકશે

 

 

(9:40 PM IST)