News of Monday, 26th May 2025
રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ (મણમાં) જંબુસર યાર્ડમા 600 રૂપિયા બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં સોનેરી યુકડાનો શું રહ્યો ભાવ
ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 1,464.12 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 1,464.12 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 600 રૂપિયા બોલાયો હતો. જંબુસર યાર્ડમાં નીચો ભાવ 480 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભીલોડામાં 585 રૂ., હારીજમાં 570 રૂ., રાધનપુરમાં 565 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે મહુવામાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 625 રૂ. અને નીચો ભાવ 462 રૂપિયા બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,464.12 ટન ઘઉંની આવક થઇ છે.




(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
