News of Monday, 26th May 2025
અમદાવાદના CTM એક્સપ્રેસ હાઈવેના નાકા પરથી MD ડ્રગ્સ ઝડપાયું : 52 લાખની કિંમતનું 525 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 શખ્સેને ઝડપી લેવાયા
આરોપી અજય પ્રજાપતિ અને આનંદી ડામરની પોલીસે ધરપકડ કરી:આરોપી મધ્યપ્રદેશના રતલામથી MD ડ્રગ્સ આપવા માટે આવ્યા હતા: MD ડ્રગ્સનો જથ્થો મંગાવનાર અને મોકલનાર 3 શખ્સો હજુ પોલીસ પકડથી દૂર

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે CTM એક્સપ્રેસ હાઈવેના નાકા પરથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે 52 લાખ રૂપિયાની કિંમતનું 525 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 શખ્સે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્ર્ગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે, SOGએ બરોડા એક્સપ્રેસ હાઈવે પાસેથી 2 આરોપીની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર મામલે આરોપી અજય પ્રજાપતિ અને આનંદી ડામરની પોલીસે ધરપકડ કરી છે, MD ડ્રગ્સનો જથ્થો મંગાવનાર અને મોકલનાર 3 શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મધ્યપ્રદેશથી 52.50 લાખ રૂપિયાનું MD ડ્રગ્સ લઇને અમદાવાદ આવેલા કપલની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. વટવાના ડ્રગ્સ માફિયાએ મધ્યપ્રદેશથી લાખો રૂપિયાનુ ડ્રગ્સ મંગાવતો હોવાનું સામે આવ્યું છે. યુવતી અગાઉ પણ ડ્રગ્સની ડિલિવરી આપવા આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આરોપી કપલ મધ્યપ્રદેશના રતલામથી MD ડ્રગ્સ આપવા માટે આવ્યા હતા. આરોપી પાસેથી સફેદ પાવડર મળ્યો હતો તે FSLની તપાસમાં ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ આ શખ્સોએ અમદાવાદમાં MD ડ્રગ્સની હેરાફેરી કરી હોવાનો ખુલાસો થયો છે. મધ્યપ્રદેશમાંથી શૈલાના ખાતે કાળુ નામનો શખ્સ રહે છે જે ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવે છે. આનંદી અને અજય ડ્રગ્સની ડિલિવરી વટવામાં રહેતા શાહરૂખ નામના વ્યકિતને આપવા માટે આવ્યો હતો. શાહરૂખ તેના સાગરીતોને રિક્ષા લઇને ડ્રગ્સ લેવા માટે મોકલતો હતો. જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે
MD ડ્રગ્સનો મોટો જથ્થા સાથે 2 શખ્સને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
