<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક સ્થળોએ ભારે પવન ફૂંકાયો - ભારે વરસાદી ઝાપટું વરસ્યું : 1 જૂન સુધી વરસાદ રાજ્યના મોટભાગના જિલ્લાઓમાં મેઘગર્જના સાથે વરસાદની શક્યતા

ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં ભારે અને અમુક વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

અમદાવાદ તા.૨૬ : ગુજરાતમાં ગઇકાલે રાત્રે અમદાવાદ સહિત અનેક સ્થળોએ ભારે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદી ઝાપટું વરસ્યું હતું. આજે પણ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામાી 1 જૂન સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર, આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 28 અને 29 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, મહીસાગર અને દાહોદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતાવણી છે.

હવામાન વિભાગ અનુસાર, આજે 26 મે 2025ના રોજ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. મઘેગર્જનાની ચેતાવણીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમદાવાદ, ખેડા, ભરૂચ, સુરત, વડોદરા, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.

27 મે 2025ના રોજ કચ્છ જિલ્લામાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, મહેસાણા, જામનગર, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, ખેડા, આણંદ,ગાંધીનગર, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

28 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે. જ્યારે જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મોરબી, જામનગર, બોટાદ, ખેડા, આણંદ, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, સુરત, નવસારી, તાપી અને વલસાડ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

29 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત, નવસારી, તાપી, વલસાડ, જામનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, આણંદ, ખેડા, સાબરકાંઠા અને કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

30 અને 31 મે તથા 1 જૂન 2025ના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(3:58 PM IST)