તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th May 2025
ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી કથળી છે, વિકાસની ભ્રામક જાહેરાતોનોઃ જનતાની સ્થિતી ઠેરનીઠેર
સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની રાષ્ટ્રીય કાર્મકારિણી બેઠક મળી

રાજકોટ, તા.૨૬: સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીણી તેમજ ગુજરાત પ્રદેશ સંગઠનની બેઠકનું આયોજન પક્ષના ગાંધીનગર ખાતેના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. બેઠકનો મુખ્ય ઉદેશ્ય આગામી દિવસોમાં આવી રહેલ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમ જ નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચુંટણીમાં ગુજરાતની પ્રજાને એક સશકત વિકલ્પ પુરો પાડવા માટેનો હતો. આ પ્રસંગે પક્ષના અધ્યક્ષ દશરથભાઈ પારેખે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી શિક્ષિત, લાયક અને કર્તવ્ય નિષ્ઠ લોકોને રાજકીય મંચ પુરુ પાડવા માટે કાર્યરત રહેશે. સારા અને સજ્જન લોકોને રાજનીતિથી દુર રાખવા માટેનું એક નિヘતિ ષડયંત્ર ચાલી રહ્યું છે એને પડકારવાનું કાર્ય કરશે. પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સંજયભાઈ કોહલી એ પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળતી જાય છે. વિકાસની ભ્રામક જાહેરાતો વચ્ચે આમ જનતાની સ્થિતિ ઠેરની ઠેર છે. અન્ય પક્ષો દ્વારા આવારા અને નઠારા લોકોને પ્રજાની માથે બેસાડી દેવાય છે અને છેવટે પ્રજા પીસાય છે તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સ્વચ્છ છબી ધરાવતા અને પ્રજાહિતને સર્વોપરી માનતા લોકોને રાજકીય મંચ પ્રદાન કરીને પ્રજાના સાચા સેવકોને સત્તા સુધી પહોંચાડવા માટે પક્ષ કટિબદ્ધ છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સંજયભાઈ ગોહદીયા, રાજેશ શર્મા, ગુજરાત પ્રદેશ મહામંત્રી અબ્દુલભાઇ હમિદભાઈ, ગુજરાત પ્રદેશ મંત્રી દિલીપભાઈ પટેલ, રાજકોટથી જિલ્લા યુવા અધ્યક્ષ સંજયભાઈ ટાંક પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુરતથી નિકુંજભાઈ પણસારા, લાલજી ભાઈ વરમોરા પણ ઉપસ્થિત રહ્યા હતા.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
