<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

સુરતમાં UPSC પરીક્ષામાં પ્રથમ પેપરમાં 4454માંથી 1738 ગેરહાજર: 2716 ઉમેદવારોએ પરીક્ષા આપી

UPSC સિવિલ સર્વિસની પ્રિલીમિનરી પરીક્ષા લેવાતા સુરત કેન્દ્ર પર નોંધાયેલા 4454 ઉમેદવારોમાંથી 39 ટકા ગેરહાજર રહ્યા

સુરત :દેશભરમાં રવિવારે UPSC સિવિલ સર્વિસની પ્રિલીમિનરી પરીક્ષા લેવાતા સુરત કેન્દ્ર પર નોંધાયેલા 4454 ઉમેદવારોમાંથી 39 ટકા ગેરહાજર રહેતા 2716 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.

દેશભરમાં IAS, IPS સહિત વિવિધ સિવિલ સર્વિસીસ માટે લેવાતી UPSCની પરીક્ષામાં સુરત કેન્દ્ર પણ ફાળવાયું છે. આ કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે નોંધાયેલા 4454 ઉમેદવારો માટે 15 પરીક્ષા કેન્દ્રોમાં 186 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી. રવિવારે સવારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લેવાયેલી પરીક્ષામાં પ્રથમ પેપરમાં 4454માંથી 1738 ગેરહાજર રહેતા 2716 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

જયારે બપોરના પેપરમાં 4454માંથી 1752 ગેરહાજર અને 2702એ પરીક્ષા આપી હતી. આમ ઓવરઓલ બન્ને પરીક્ષા થઈને કુલ 61 ટકા ઉમેદવારો હાજર અને 39 ટકા ગેરહાજર રહ્યા હતા. સુરત જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં અને એક પણ ગેરરીતિનો કેસ નોંધાયા વગર સંપન્ન થઈ હતી.

(1:44 PM IST)