<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

નવસારીની યુવતીને ઓનલાઇન નોકરીની લાલચ આપી ભેજાબાજે 2.15 લાખ રૂપિયા પડાવી લીધા

ભેજાબાજે અલગ-અલગ બેંકના એકાઉન્ટ નંબરો તથા યુપીઆઈ આઈડી નંબરો આપી યુવતી પાસેથી અલગ-અલગ રકમના ટ્રાન્ઝેક્શન કરાવી કૂલ રૂપિયા 2.15 લાખ ટ્રાન્સફર કરાવી લીધા

નવસારી જિલ્લામાં એક યુવતી ઠગાઈનો ભોગ બની હતી. જેમાં યુવતીને ઓનલાઇન નોકરીની લાલચ આપી રૂપિયા 2.15 લાખ પડાવી લીધાની ઘટના પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાંધઈ ગામે રહેતી જિનલ કાર્તિકભાઈ પટેલને (ઉ.વ.25) કોઈ અજાણ્યા ભેજાબાજે વ્હોટ્સએપ ઉપર પાર્ટ ટાઈમ કોઇન ઇન્વેસ્ટ કરવા મેસેજ કર્યો હતો. મેસેજ દ્વારા વાતો કરી યુવતીને ટેલીગ્રામ લીંક મોકલી પાર્ટ ટાઈમ ઓનલાઇન જોબ આપવાની લાલચ આપી હતી.

દરમિયાન તારીખ 20થી 23/4/2025 સુધીમાં અલગ-અલગ બેંકના એકાઉન્ટ નંબરો તથા યુપીઆઈ આઈડી નંબરો આપી ભેજાબાજે યુવતી પાસેથી અલગ-અલગ રકમના ટ્રાન્ઝેક્શન કરાવી કૂલ રૂપિયા 2.15 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં સંપર્ક તોડી નાંખતા યુવતીને સાયબર ફ્રોડ થયાનો અહેસાસ થતાં ખેરગામમાં ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(1:35 PM IST)