News of Monday, 26th May 2025
દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થઇ શકે

અમદાવાદ : હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જે પછી પણ ત્રણ દિવસ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થઇ શકે. 26મી મે એટલે કે આજે દક્ષિણ ગુજરાત જિલ્લાઓના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં છૂટાછવાયા સ્થળોએ તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે..જેમાં દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઇ રહી છે. આ દિવસોમાં 35-50 કિમી પ્રતિકલાક સુધીની પવનની ગતિ રહેશે. ખાસ કરીમે 27મીએ પંચમહાલ તથા દાહોદ, નર્મદા, ભરૂચ, છોટા-ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં અને દમણમાં, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
