તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd May 2025
મેટ્રો સિટી અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના એક સાથે 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ : કુલ 31 એક્ટિવ કેસ છે. આજે બનાસકાંઠા જિલ્લામાં પણ એક બાળકીનો કોરોના પોઝિટિવ
આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના સામે લડવા કવાયત શરૂ કરી દેવાઈ : અમદાવાદ સિવિલ, સોલા સિવિલમાં કોરોના વાયરસના દર્દીઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવી : મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો 33 કેસ એક્ટિવ

અમદાવાદ તા.૨૩: ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસન કહેર શરૂ થયો હોય તેવી સ્થિતિ બની છે. વાસ્તવમાં રાજ્યમાં દિવસેને દિવસે કોરોના કેસો સતત વધી રહ્યા છે. આ બધાની વચ્ચે મેટ્રો સિટી અમદાવાદમાં એક જ દિવસમાં એક સાથે 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હાલની સ્થિતિએ કોરોના વાયરસના કુલ 31 એક્ટિવ કેસ છે. આજે સવારે બનાસકાંઠા જિલ્લામાં પણ એક બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મેટ્રો સિટી અમદાવાદમાં એક જ દિવસમાં 20 કોરોના કેસ સામે આવતા ચિંતાજનક સ્થિતિ બની છે. આ કોરોનાના દર્દીઓમાં સામાન્ય તાવ, કફ અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે. મહત્વનું છે કે, અત્યારે કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ છે. આ તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોના સામે લડવા કવાયત શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ સિવિલ, સોલા સિવિલમાં કોરોના વાયરસના દર્દીઓ માટે વિશેષ સુવિધા કરવામાં આવી છે. મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. મે મહિનામાં 40 કેસ નોંધાયા છે, જે પૈકી 33 કેસ એક્ટિવ છે.
કોરોના વાયરસના કેસોને લઈ સાવચેતીના ભાગરૂપે સોલા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. સોલા સિવિલમાં કોરોના વાયરસના કેસોને લઈ ઓક્સિજન અને ઇન્જેક્શન પણ તૈયાર રખાયા છે. દેશની સાથે-સાથે હવે ગુજરાતમા પણ ધીરે-ધીરે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલોમાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને ઓક્સિજન ટેન્ક, PPE કિટ, વેન્ટિલેટર અને દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વાત કરીએ અમદાવાદની તો અહીં સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. આ સાથે રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ તો વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
