<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

નવસારી યાર્ડમાં કેસર કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1610 રૂપિયા સુધી બોલાયો

જાણો હાફુસ. લંગડો, દશેરી,રાજાપુરી, આમ્રપાલી.દેશી , તોતાપુરી સહિતની કેરીઓના શું રહ્યા ભાવ

નવસારી માર્કેટ યાર્ડમાં વિવિધ પ્રકારની કેરીની આવક ચાલુ છે. નવસારી માર્કેટ યાર્ડમાં કેસર કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1610 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 760 રૂપિયા બોલાયો છે. જ્યારે આજે હાફૂસ કેરીનો નીચો ભાવ 1450 રૂ. જ્યારે ઉંચો ભાવ 1680 રૂપિયા સુધી બોલાયો હતો. રાજાપુરી કેરીનો ઉંચો ભાવ 1220 રૂ., જ્યારે લંગડો કેરીનો ઉંચો ભાવ 1150 રૂપિયા બોલાયો હતો.

 

નવસારી માર્કેટ યાર્ડ દ્વારા જણાવવામાં આવેલી વિગતો અનુસાર, યાર્ડમાં આજે કુલ 2776 મણ (55.5 ટન) કેરીની આવક થઇ છે.

નવસારી માર્કેટ યાર્ડમાં ક્યારે કેટલો બોલાયો કેરીનો ભાવ

કેરીનો પ્રકારનીચો ભાવઉંચો ભાવહાફૂસ14501680કેસર7601610લંગડો8801150દશેરી8901060રાજાપુરી580960આમ્રપાલી600700દેશી200620તોતાપુરી200420

(12:15 PM IST)