<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

રાજયના પેન્‍શનરોને ૩૧ જૂલાઇ સુધી પોસ્‍ટલ તંત્ર દ્વારા મફતમાં ડિજીટલ જીવન પ્રમાણપત્ર અપાશેઃ ૫ લાખ લોકોને લાભ

પોસ્‍ટમાસ્‍તર જનરલ કૃષ્‍ણાકુમાર યાદવની જાહેરાતઃ રાજયના નાણાવિતરણ સામે કરાર કરાયા

રાજકોટ, ૨૩: સરકારના વિવિધ વિભાગોમાંથી નિવળત્ત થયેલા પેન્‍શનરો માટે હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) માટે વેરિફિકેશન કરાવવા માટે ટ્રેઝરી, બેંક કે અન્‍ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહી નથી. સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ પરિક્ષેત્રના પોસ્‍ટમાસ્‍ટર જનરલ શ્રી કળષ્‍ણ કુમાર યાદવે જણાવ્‍યું કે, ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ઇન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટ્‍સ બેંક (IPPB) વચ્‍ચે થયેલા એક સમજૂતી કરાર (MoU) અંતર્ગત પેન્‍શનરોને ડિજિટલ જીવન પ્રમાણપત્ર ની સુવિધા ડાકઘરોમાં અથવા તેમના ઘરમાં મફતમાં ઉપલબ્‍ધ કરાવવામાં આવી રહી છે.

આ સેવાનું તમામ ખર્ચ રાજ્‍ય સરકાર દ્વારા વહન કરવામાં આવશે. આ સેવા નેશનલ ઇન્‍ફર્મેટિક્‍સ સેન્‍ટર (NIC) દ્વારા વિકસિત ‘‘જીવન પ્રમાણ'' એપ્‍લિકેશન દ્વારા ઉપલબ્‍ધ કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં પોસ્‍ટ ઓફિસ કાઉન્‍ટર ઉપરાંત પોસ્‍ટમેન અને ગ્રામિણ ડાક સેવકોના માધ્‍યમથી આ સેવા ૩૧ જુલાઈ સુધી મફતમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જ્‍યારે વડાપ્રધાન શ્રી એ ૨૦૧૮માં સમગ્ર દેશમાં ઇન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટ્‍સ બેંકનો શુભારંભ કર્યો હતો, ત્‍યારે મુખ્‍ય વિઝન હતું - ‘‘તમારા ઘરઆંગણે બેંકિંગ સેવા''. એ જ દૃષ્ટિકોણને ધ્‍યાનમાં રાખીને ડાક વિભાગ અને ગુજરાત સરકારે આ પહેલ હાથ ધરી છે..

પોસ્‍ટમાસ્‍ટર જનરલ શ્રી કૃષ્‍ણાકુમાર યાદવે જણાવ્‍યું કે, આ પહેલનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ફેસ ઓથેન્‍ટિકેશન ટેક્રોલોજી અને ફિંગરપ્રિન્‍ટ બાયોમેટ્રિક ઓથેન્‍ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્‍સાહન આપવાનો છે, જેથી તમામ પેન્‍શનરોને, ખાસ કરીને દૂરના વિસ્‍તારોમાં રહેતા પેન્‍શનરોને સહેલાઈથી સેવા મળી શકે. આ માટે પેન્‍શનરને પોતાનું આધાર નંબર, મોબાઇલ નંબર તથા પેન્‍શન પેમેન્‍ટ ઓર્ડર (PPO) નંબર આપવો પડશે. જીવન પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પુરી થયા પછી, પેન્‍શનરને તેમના મોબાઇલ નંબર પર પ્રમાણ ID એસએમએસ દ્વારા મળશે અને પ્રમાણપત્ર https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાય છે,  ડિજિટલ બાયોમેટ્રિક પ્રમાણિત પ્રક્રિયા દ્વારા પેન્‍શનરોને થોડા જ મિનિટોમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પેન્‍શન ઓફિસ સુધી પણ પહોંચાડી દેવામાં આવશે. આ નિર્ણયના કારણે ગુજરાત રાજ્‍યના ૫ લાખથી વધુ પેન્‍શનરોને આ સેવા મળશે. ગુજરાતના એવા પેન્‍શનરો જેઓ અન્‍ય રાજ્‍યોમાં રહે છે, તેઓ પણ આ સેવાનો લાભ લઈ શકશે. આ માટે તેમણે નજીકના ડાકઘર અથવા પોસ્‍ટમેનનો સંપર્ક કરવો પડશે.

(11:57 AM IST)