તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
બોગસ ગન લાઈસન્સ કૌભાંડમાં છેલ્લે ઝડપાયેલા 6 શખ્સોના 2 દિવસના રિમાન્ડ મંજૂર: કુલ 66 આરોપીઓની ધરપકડ
દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના ચકચારભર્યા રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં પકડાયેલા આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો

ગુજરાત ATSએ ડ્રગ્સ, હથિયારો સહિતના અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. ત્યારે બોગસ ગન લાઈસન્સ કૌભાંડમાં ગુજરાત ATSએ અત્યાર સુધીમાં 66 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કોર્ટે છેલ્લે ઝડપાયેલા 6 શખ્સોના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ગેરકાયદે બોગસ ગન લાઈસન્સના કૌભાંડનો ATSએ પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSએ ખોટા ગન લાઇસન્સ સંદર્ભે નોંધાયેલા ગુનાના મામલે અત્યાર સુધી 66 આરોપીઓની ધરપકડ કરીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં છેલ્લે પકડાયેલ 6 આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે છેલ્લે પકડાયેલા 6 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના ચકચારભર્યા રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં છે. પકડાયેલા આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 2 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ATSની પ્રાથમિક તપાસમાં બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં અત્યાર સુધીમાં 66 આરોપીઓની ધરપકડ કરાઇ છે. બોગસ ગન લાઈસન્સ કૌભાંડ મામલે સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, આ ગન લાઇસન્સ નાગાલેન્ડ અને મણિપુરના છે. આરોપી પાસેથી પિસ્તોલ-રિવોલ્વર 12 બોરની બંદૂક મળી આવી છે.
આ કૌભાંડમાં કેટલા રૂપિયા અપાયા? નાગાલેન્ડ અને મણિપુર સહિતની જગ્યાએથી હથિયારના લાઇસન્સ કેવી રીતે મેળવાયા? બીજે કયાંય આવા કોઇ હથિયારો સંતાડીને રાખ્યા છે?, આરોપીઓએ મોટી રકમ આપીને હથિયારોના મેળવેલા લાઇસન્સના પૈસા કયાંથી આવ્યા? તે દીશામાં ગુજરાત ATSએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
