તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ-2માં 8, 500 જેટલા દબાણો હટાવાયા
સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા રોડ સુધીના વિસ્તારમાં આવેલા ઝૂંપડાઓ, પાકાં મકાનો અને 24 ધાર્મિક દબાણો દૂર કરાયા: પુનઃ વસનની સુવિધામાં અત્યાર સુધીમાં 3600 જેટલા લોકોએ ફોર્મ આપવામાં આવ્યું

અમદાવાદની સાથે રાજ્યના અન્ય શહેરોમાં પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી. ત્યારે અમદાવાદના ચંડોળા તળાવ પર વર્ષોથી ગેરકાયદે દબાણ તોડવું અશ્કય લાગતું પણ તેને તંત્ર દ્વારા તોડી પાડ્યું છે. અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ-2માં 8, 500 જેટલા દબાણો દૂર કરીને 2.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી.
અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવને ગેરકાયદે દબાણોથી મુક્ત કરવા માટે ઓપરેશન ક્લીન ચંડોળા 2.0 સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ સાથે જામનગરમાં પણ ગેરકાયદે દબાણો સામે બુલડોઝર ફર્યું છે. AMC અને પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ ચંડોળા તળાવમાંથી 8,500થી વધુ ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા છે. ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ-2માં 2.50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. સૂર્યનગર પોલીસ મથકથી મીરા સિનેમા રોડ સુધીના વિસ્તારમાં આવેલા ઝૂંપડાઓ, પાકાં મકાનો અને 24 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસના સંયુક્ત અભિયાન હેઠળ ચંડોળા તળાવમાં દબાણ હટાવ્યા બાદ AMCએ ફરીથી દબાણ ન થાય તે માટે તળાવની આસપાસ દિવાલ ખડકી દીધી છે. આ સાથે વિસ્થાપિત લોકો માટે શેલ્ટર હોમમાં રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આખી કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઇ છે. જોકે ચંદોળા તળાવ ડિમોલિશન ફેઝ-2માં 8500 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા પણ આગામી દિવસોમાં ડિમોલેશન દૂર કર્યા બાદ કાટમાળ કાઢવાની કામગીરી કરાશે. આ સાથે પુનઃ વસનની સુવિધામાં અત્યાર સુધીમાં 3600 જેટલા લોકોએ ફોર્મ આપવામાં આવ્યું છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
