<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

મેડિક્લેઈમનું ટાઇઅપ હોવાનું કહી ડોક્ટરના બોગસ સહિ-સિક્કા કરનાર મહિલા પેથોલોજીસ્ટ ઝડપાઈ

અમદાવાદમાં મહિલા પેથોલીજીસ્ટે શાહપુરનાં મહિલા તબીબ સાથે છેતરપીંડી કરી

અમદાવાદમાં મહિલા પેથોલીજીસ્ટે શાહપુરનાં મહિલા તબીબ સાથે છેતરપીંડી કરી હોવાની ઘટના બની છે. મહિલાએ LIC માં મેડિક્લેમનું ટાઈઅપ હોવાનું કહી મહિલા ડોક્ટર ખોટી સહિ અને સિકકાનો ઉપયોગ કરીને ઠગાઈ આચરી હતી. સેટેલાઈટ પોલીસે મેડીકલેમના કૌભાંડ કેસમા ગુનો નોંધીને નેટવર્કને લઈને તપાસ શરૂ કરી છે.

 

સેટેલાઈટ પોલીસે રશ્મીબેન પાટીલ નામની લેબ પેથોલોજીસ્ટની ઠગાઈનાં ગુનામાં ધરપકડ કરી છે. શાહપુરમાં હોસ્પિટલ ચલાવતા ગાયનોકોલોજીસ્ટ મહિલા તબીબે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી કે વેલીસ ડાયગ્નોસ્ટીક એન્ડ પેથોલેજી સેન્ટરના ડાયરેકટર અને પેજોલોજીસ્ટ રશ્મીબેન પાટીલે એલઆઈસીમા ડોકટર પેનલમા તેમનુ નામ મોકલીને તેમના નામના સિક્કા બનાવીને મેડીકલેમ ફોર્મમા ખોટી સહિ તેમજ સિકકાનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરી હતી. 13 મેના રોજ એલઆઈસી કપંનીમાંથી મેનેજર મુકેશ ગોયલએ વેલીસ ડાયગ્નોસ્ટીક એન્ડ પેથોલોજી સેન્ટરના એક ફોર્મમા ક્વેરી હોવાનુ કહીને મહિલા તબીબને ફોન કર્યો હતો. જેથી મહિલા તબીબ તો પેનલ ડોકટરમા નહિ હોવાથી આ કૌભાંડ સામે આવ્યુ હતુ. આરોપીઓએ મહિલા ડોકટરની ડિગ્રી સર્ટીફીકેટ, આધારકાર્ડ અને ગુજરાત મેડીકલ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ વોટસર્ટનો ઉપયોગ કરીને પેનલ ડોકટરમા નામ લખાવીને મેડીકલેમ માટે ખોટા સહિ-સિક્કા કરાવીને કમિશન મેળવતા હોવાનુ ખુલ્યુ છે.

 

પોલીસ તપાસમા સામે આવ્યુ કે સેટેલાઈટ વિસ્તારમા વેલીસ ડાયગ્નોસ્ટીક એન્ડ પેથોલોજી સેન્ટરમા છેલ્લાં પાંચ વર્ષથી પેથોલોજીસ્ટ તરીકે રશ્મીબેન પાટીલ નોકરી કરે છે. બે વર્ષ પહેલા આરોપી રશ્મીબેન લોબોરેટરીમા સેમ્પલ કલેકશન દરમ્યાન મહિલા તબીબના સંપર્કમા આવ્યા હતા. ત્યારે રશ્મિબેનએ એલઆઈસી કપંની સાથે મેડીકલેઈમનુ ટાઈઅપ હોવાનુ કહ્યુ હતુ અને મહિલા તબીબને ગાયનેક પેશન્ટ માટે પેનલ ડોકટર તરીકે જોડાવવાની વાત કરી હતી. જેમા ગાયનેક દ્દદીઓની મેડીકલ હિસ્ટ્રીની તપાસ, સોનોગ્રાફી, પેપ્સસ્મીયર ટેસ્ટ અને મેડીકલેઈમ ફોર્મની નોંધણી માટે સહિ-સિક્કા કરવાનુ જણાવ્યુ હતુ. જેથી મહિલા તબીબે વિશ્વાસમા આવીને પોતાના ડોક્યુમેન્ટ આરોપીને આપ્યા હતા. પરંતુ આરોપીએ પેનલ ડોકટર તરીકેનુ કઈ અપડેટ નહિ હોવાનુ કહ્યુ હતુ. પણ બે વર્ષ બાદ 13 મે 2025ના રોજ એક ક્વેરીને લઈને આવેલા ફોને મહિલા આરોપીનો ભાંડો ફોડી દીધો હતો. આ મહિલા પેથોલોજીસ્ટ અને વેલીસ ડાયગ્નોસ્ટીક એન્ડ પેથોલોજી સેન્ટરનાં ડાયરેક્ટરે મહિલા તબીબને પૈસાની પણ ઓફર આપી હતી. પરંતુ મહિલા તબીબે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

 

સેટેલાઈટ પોલીસે મેડીકલેમના કૌભાંડ કેસમા મહિલા પેથોલોજીસ્ટની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી. આ મહિલા આરોપીને એક મેડીકલેમ ફોર્મને લઈને 900 રૂપિયા કમિશન મળતુ હતુ. એલઆઈસીમા 10થી વધુ મેડીકલેમ ફોર્મમા સહિ-સીક્કા કર્યા હોવાનુ ખુલ્યુ છે. આ ઠગ આરોપીએ અન્ય કેટલી કંપનીમા ખોટા મેડીકલેમ ફોર્મ જમા કરાવ્યા, કેટલાનુ કૌભાંડ આચર્યુ છે અને આ કૌભાંડમા અન્ય કોણ કોણ આરોપી સંડોવાયેલા છે જે મુદ્દે વધુ પુછપરછ શરૂ કરી છે.

 

(8:24 PM IST)