તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st May 2025
સુરતમાં ઓનલાઇન પરફ્યૂમની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીઓના ધંધાનો પર્દાફાશ : 8 આરોપીઓની ધરપકડ
અડાલજના પ્રથમ સર્કલ પાસે આવેલા ખાનગી કોમ્પલેક્ષમાંથી અશ્લીલ વીડિયોના કારોબાર ચલાવતા 8 આરોપી ઝડપાયા : 46 મોબાઈલ ફોન, 7 લેપટોપ, 1 CPU, રોકડા રૂપિયા 10,000, 4 ચેકબુક, 9 ડેબિટ કાર્ડ મળી કુલ રૂપિયા 11,90, 000નો મુદ્દામાલ જપ્ત

સુરત : ઈન્ટરનેટ પર મોબાઇલથી બનાવવામાં આવેલો અશ્લીલ વીડિયો વેચવાના ધંધાએ દેશમાં હાહાકાર મચાવ્યો છે. તેવામાં સુરત SOG પોલીસે ઓનલાઇન પર્ફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયોનું વેચાણ કરતા 8 આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, અડાલજના પ્રથમ સર્કલ પાસે આવેલા ખાનગી કોમ્પલેક્ષમાંથી અશ્લીલ વીડિયોના કારોબાર ચલાવતા 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 46 મોબાઈલ ફોન, 7 લેપટોપ, 1 CPU, રોકડા રૂપિયા 10,000, 4 ચેકબુક, 9 ડેબિટ કાર્ડ મળી કુલ રૂપિયા 11,90, 000નો મુદ્દામાલ મળી આવ્યો છે. આરોપીઓ છેલ્લા 3 મહિનાથી ઓનલાઇન પર્ફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયોનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.
જસ્ટ વિઝિનરી એન્ટરટેનમેન્ટ અને ફોર પાઇરેટ્સ વેન્ચર કંપની બનાવીને આરોપીઓ પરફ્યુમની આડમાં પોર્ન સાઈડ વેચતા હતા.આરોપીઓ પોતાના whatsapp સ્ટેટસ ઉપર પણ પોર્ન વીડિયોની એડ કરતા હતા. પોર્ન વીડિયો અલગ અલગ પેકેજમાં ગ્રાહકોને વેચાણ કરતા હતા. પૈસા પોતાના બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાતા હતા તે ગેંગનો પર્દાફાશ SOG પોલીસે કર્યો છે. 699થી 1199માં પોર્ન વીડિયોનું પેકેજ વેચતા હતા. આરોપીઓ હાઈપ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે અને આર્થિક રીતે સધ્ધર થવા માટે આ વેપાર શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. અને અશ્લીલ વીડિયોના કારોબાર ચલાવતા 8 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
