તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th May 2025
આગામી 15મી જૂને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા યોજાશે :નિર્ધારિત તારીખ જ લેવાશે : ભરતી બોર્ડની મોટી જાહેરાત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી :“લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે. લેખિત પરીક્ષાની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવેલ નથી

અમદાવાદ: તાજેતરમાં જ ભારત પાકિસ્તાન વચ્ચેનાં સરહદી તણાવને ધ્યાને લઈને લેવામાં આવનારી અનેક પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી. જો કે આ દરમિયાન હવે આગામી 15મી જૂને યોજાનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા તેની નિર્ધારિત તારીખ જ લેવાશે કે કેમ તે અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલની પરીક્ષાને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે.
આગામી 15મી જૂનનાં રોજ યોજાનારી કોન્સ્ટેબલની પરીક્ષા અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે “લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ યોજાનાર છે. લેખિત પરીક્ષાની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવેલ નથી. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.”
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫નારોજ યોજાવામાં આવનાર છે. આ પરીક્ષા માટે 200 માર્કનું પેપર લેવામાં આવશે અને તે માટે ઉમેદવારોને 3 કલાકનો સમય ફાળવવામાં આવશે. આ માટે યોજાનાર પરીક્ષાનું પ્રશ્નપત્ર બે માળખામાં હશે. જેમાં પાર્ટ A 80 ગુણનો રહેશે અને પાર્ટ Bમાં 120 ગુણનાં પ્રશ્ન રહેશે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
