તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 12th May 2025
વડોદરાથી પિતરાઈ ભાઈની અસ્થિ પધરાવવા ચાણોદ આવેલા વ્યક્તિ સ્નાન કરતા મોતને ભેટ્યા
વડોદરાથી ચાણોદ અસ્થિ પધરાવવા આવ્યા અને પોઇચા નર્મદા નદીમાં સ્નાન કરતા અચાનક ચક્કર આવ્યા મોત થયું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:વડોદરામાં રહેતા અને ચાણોદ ખાતે અસ્થિ પધરાવવા આવેલા એક આધેડનું પોઇચા ખાતે મોત થતા તેમના પુત્રએ પોલીસમાં જાણ કરી છે
મળતી વિગતો અનુસાર પ્રતીકભાઇ મહેશભાઇ રાણા (રહે.નવી ધરતી નાગરવાડા ધાલ વાડો, વડોદરા શહેર )નાઓ એ રાજપીપળા પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના પિતાજી મહેશભાઇ પરસોત્તમદાસ રાણાતેમના પિતરાઈ ભાઈ રાજુભાઇ રણછોડભાઇ રાણા જેઓ બે દિવસ પહેલા મૃત્યુ પામ્યા હોઇ તેમની અસ્થિ પધરાવવા માટે વડોદરાથી નિકળી ચાણોદ ખાતે આવેલ હતા અને અસ્થિ પધરાવી તેઓ બધા પોઇચા ખાતે આવેલ નર્મદા નદીમાં નાહવા માટે આવ્યા તે વખતે નર્મદા નદીના કિનારે મહેશભાઈ રાણા ને છીછરા પાણી માં અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયેલ અને બેભાન થઈ જતા સારવાર માટે લઈ જતા તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
