તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 11th May 2025
સુરતમાં ડ્રોન ઉડાવવું મોંઘુ પડ્યું :જાહેરાત માટે ઉડાવાયુ ડ્રોન: પ્રતિબંધના ભંગ બદલ બેની ધરપકડ: જામીન મુક્ત
સિંગણપોર વિસ્તારમાં એક રેસ્ટોરેન્ટ દ્વારા જાહેરાત માટે આ નિયમનો ભંગ :રેસ્ટોરન્ટના માલિકે ફોટોગ્રાફર સાથે મળીને ડ્રોન ઉડાવ્યો હતો :પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા

સુરત : ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે સુરતમાં ડ્રોન ઉડાવવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. જો કે, સિંગણપોર વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરેન્ટ દ્વારા જાહેરાત માટે આ નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો. રેસ્ટોરન્ટના માલિકે ફોટોગ્રાફર સાથે મળીને ડ્રોન ઉડાવ્યો હતો, જેને પગલે પોલીસ દોડતી થઈ હતી.
પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને ધરપકડ કર્યા બાદ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, દેશવિરોધી તત્વો, આતંકીઓ કે અસામાજિક તત્વો ડ્રોનનો દુરુપયોગ કરી શકે છે, તેથી આવા કડક નિયંત્રણ જરૂરી છે.
તંત્રએ જાહેરાતના નામે આવા કૃત્યો ન કરવા માટે ચેતવણી આપી છે અને આગામી સમયમાં વધુ કડક પગલાં લેવાની ચીમકી આપી છે
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
