News of Sunday, 11th May 2025
ગુજરાતના ત્રણ આઈપીએસ અધિકારીઓની આઈજી પદ માટે નિમણૂક: દિવ્ય મિશ્રા, દીપન ભદ્રન અને સૌરભ તોલમ્બિયા આઈજી સ્તરે એમ્પેનલ્ડ: ગુજરાતનું ગૌરવ
૨૦૦૭ બેચના ગુજરાત કેડરના ત્રણ આઈપીએસ અધિકારીઓની કેન્દ્રમાં મોટી ફરજો બજાવવા આઈજી પદ માટે પસંદગી

ગાંધીનગર: કેન્દ્ર સરકારની નિમણૂક સમિતિ (એસીસી)એ ભારતીય પોલીસ સેવા (આઈપીએસ)ના ૬૫ અધિકારીઓને ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) અથવા સમકક્ષ પદો પર નિમણૂક માટે એમ્પેનલ્ડ કર્યા છે, જેમાં ગુજરાત કેડરના ૨૦૦૭ બેચના ત્રણ અધિકારીઓ, સર્વશ્રી – દિવ્ય મિશ્રા, દીપન ભદ્રન અને સૌરભ ટોલમ્બિયાનો સમાવેશ થાય છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આ આદેશમાં દેશભરના વિવિધ રાજ્યોના અધિકારીઓનો સમાવેશ છે.
આ ત્રણેય અધિકારીઓની સિદ્ધિઓની ચર્ચા થઈ રહી છે, જેમાં ખાસ કરીને દીપન ભદ્રનની ગુજરાત એટીએસમાં નોંધપાત્ર કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શ્રી દીપન ભદ્રન, જે મૂળ કેરળના રહેવાસી છે અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બી.ટેકની ડિગ્રી ધરાવે છે, તેમણે ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ તરીકે નોંધપાત્ર કામગીરી કરી છે. ૨૦૨૩માં, તેમની ટીમે ગુજરાતમાં ડ્રગ્સની એક મોટી ખેપ ઝડપી પાડી હતી, જેના માટે તેમને અને તેમની ટીમને ગૃહ મંત્રાલય દ્વારા 'સ્પેશિયલ ઓપરેશન મેડલ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શ્રી દિવ્ય મિશ્રાએ અમદાવાદ શહેર અને ગુજરાતના અન્ય ભાગોમાં મહત્વની ભૂમિકાઓ નિભાવી છે.
જ્યારે સૌરભ તોલમ્બિયાએ પણ વહીવટી અને સુરક્ષા સંબંધિત ક્ષેત્રોમાં ઉમદા કામગીરી કરી છે.
આ એમ્પેનલમેન્ટ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીઓ માટે ગૌરવની વાત છે, કારણ કે આ ત્રણેય અધિકારીઓએ તેમની કાર્યક્ષમતા અને સમર્પણથી રાજ્યનું નામ રોશન કર્યું છે. દ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ નિમણૂક કેન્દ્રીય સ્તરે મહત્વની જવાબદારીઓ સંભાળવા માટે અધિકારીઓની તૈયારી દર્શાવે છે. આ અધિકારીઓની સિદ્ધિઓને બિરદાવી અને ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ અધિકારીઓને નવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવે તેવી શક્યતા છે. (કર્ટસી: ધ સેક્રેટરિયટ ડોટ કોમ)
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
