તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
કામરેજ હળપતી સમાજના સમુહ લગ્ન સંપન્ન

સુરત તા.૮: કામરેજ તાલુકા હળપતિ સમાજ દ્વારા તળતીય સમુહ લગ્નનું આયોજન કામરેજ આત્મીય ફાર્મ ખાતે કરવામાં આવેલ હતું હળપતિ સમાજના આગેવાન શ્રી દલપતભાઈ રાઠોડ તથા વિરલભાઈ રાઠોડની ટીમ દ્વારા આયોજન કરવામાં આવે જેમાં ૨૧ વર કન્યાઓએ ભાગ લઈ અને સંસારમાં પ્રયાણ કર્યું હતું
આ સમુહ લગ્નમાં રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ ધારાસભ્ય ગણપત વસાવા સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા ભાજપના પ્રમુખ શ્રીભરતભાઈ રાઠોડ તથા કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ તથા તેની ટીમ ઉપસ્થિત રહ્યા હતા અને દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોગ્રેસના પ્રમુખ નિખીલભાઈ મદ્રાસી તથા ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલા તથા ખજાનચી શ્રી નિતીશભાઈ મોદી સાહેબ વગેરે ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા અને આ લગ્નની તમામ વિધિ કામરેજના શાષાી શ્રી કમલેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ હતી . પ્રસંગે સમાજના હજારો લોકો જોડાય આ પ્રસંગને દિપાવ્યા હતા તથા કરીયાવર આપનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
