<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

પ્રાથમિક શિક્ષકોની ૪૧૦૦ જગ્યાઓ માટે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા

તા.૧૨ થી ૨૧ સુધી અરજી કરી શકાશેઃ કચ્છમાં નિમણૂક થાય તે બદલીપાત્ર નહિ

રાજકોટ તા.૮: ગુજરાત સરકારની પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્વારા કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની ખાસ ભરતી માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. કચ્છમાં જે ઉમેદવારને નોકરી મળે તે બદલીપાત્ર નહિ રહે. ધો.૧થી૮ સુધીની કુલ ૪૧૦૦ જગ્યાઓ માટે તા.૧૨ થી ૨૧ સુધી ઉમેદવારો અરજી કરી શકશે. કચ્છ માટે ૧૬૦૦ જગ્યાઓ પર ભરતી કરવા પાત્ર છે.

ધો.૧ થી પ માટે ૨૫૦૦, ધો.૬ થી ૮ માં ગણિત વિજ્ઞાન માટે ૫૦૯, ભાષાઓ માટે ૫૫૪, સામાજિક વિજ્ઞાન માટે ૫૩૭ જગ્યાઓ પર ભરતી થનાર છે. દરેકમાં સરકારી નિયમ મુજબ અનામત બેઠકો રાખવામાં આવેલ છે.

વર્ષ ૨૦૨૩ અને તે પહેલાના વર્ષોમાં ટેટ પાસ કરેલ તમામ ઉમેદવાર અરજી કરી શકશે. ભરતી અંગેનું ઓનલાઇન અરજી પત્રક વેબસાઇટ ઉપર તા.૧૨/૦૫/૨૦૨૫ સવારના ૧૨:૦૦ કલાકથી તા.૨૧/૦૫/૨૦૨૫ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે. શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/ પરિપત્રો વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૨૧/૦૫/૨૦૨૫ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે.( જાહેર રજાના દિવસ સિવાય) આ જગ્યા ઉપર નિમણુંક મેળવવા ઇચ્છતા ઉમેદવારે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણુંક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમ્યાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે

(2:14 PM IST)