તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
મહતમ ગ્રાંટ શિક્ષણ અને આરોગ્ય માટે ફાળવતા સાંસદ નરહરિ અમીન
સોલા હોસ્પિટલમાં આધુનિક સારવારના મશીનોનું લોકાર્પણ સાંસદશ્રી નરહરિ અમીને અમદાવાદની સોલાર હોસ્પિટલમાં પોતાની ગ્રાન્ટમાંથી મશીનો લોકાર્પણ કરેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા.૮: રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત સાંસદ નિધિમાંથી સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આંખોનાં રોગોની અધતન સારવાર માટે ફેકો મશીન માટે રૂ.૩૦ લાખની ગ્રાન્ટ, ગ્રીન લેસર મશીન માટે રૂ.૩૫ લાખની ગ્રાન્ટ અને સોનોગ્રાફી મશીન ખરીદવા માટે રૂ.૨૦ લાખની ગ્રાન્ટ ઉપરાંત ઓર્થોપેડિક - હાડકાંની અધતન સારવાર માટે રૂ.૩૫ લાખની ગ્રાન્ટ સી-આર્મ મશીન માટે ફાળવેલ તે સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં એસ. જી. હાઇવે પરનાં અકસ્માતોમાં ઘાયલ વ્યક્તિઓ ઉપરાંત અમદાવાદ, વિરમગામ, સાણંદ, ધોળકા, બાવળા, કડી, કાલોલ, અડાલજ જેવા આજુબાજુનાં વિસ્તારોમાંથી આકસ્મિક અને ઓપીડી સારવાર માટે મોટી સંખ્યામાં દર્દીઓ દાખલ થાય છે. ત્યારે, સોનોગ્રાફી મશીનની સાથે આંખોનાં રોગો અને ઓર્થોપેડિક કેસોની સારવાર માટે રૂ. ૧ કરોડ ૨૦ લાખનાં ખર્ચે મૂકવામાં આવેલ આ અદ્યતન ઉપકરણોનો લાભ ઉપલબ્ધ થયો છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
