તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
અમરેલી જિલ્લો રાજ્યના ૪૦% થેલેસેમિયા દર્દીઓનું કેન્દ્ર
આ ઉપરાંત, બનાસકાંઠા, સુરત, રાજકોટ અને ભાવનગર પણ ઊંચી સંખ્યા

નવી દિલ્હી,તા.૦૮: દર વર્ષે ૮ મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ થેલેસેમિયા જેવી ગંભીર રક્તવિષયક અનુરાગી બીમારી અંગે લોકોમાં જાગળતિ ફેલાવવાનો રાખે છે. થેલેસેમિયા એ એક આનુવંશિક રક્તરોગ છે, જેમાં શરીરમાં હિમોગ્લોબીન બનાવવાની પ્રક્રિયા સુચારૂ રીતે થતી નથી.
પરિણામે દર્દીમાં લોહીની ઊણપ રહે છે, અને સતત બ્લડ ટ્રાન્સફયુઝનની જરૂર પડે છે. થેલેસેમિયાથી પીડાતી વ્યક્તિઓ ઘણીવાર શારીરિક રીતે નબળાઈ અનુભવે છે. એમનું જીવન સારવાર વગર મુશ્કેલ બની શકે છે. દર વર્ષે ભારત દેશમાં લગભગ ૧૦,૦૦૦ બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે.કમનસીબે ભારત વિશ્વની થેલેસેમિયાનું કેપિટલ બની ગયું છે.
ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં થેલેસેમિયા વધુ જોવા મળે છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં. તાજેતરના આંકડા દર્શાવે છે કે અમરેલી જિલ્લો રાજ્યના ૪૦% થેલેસેમિયા દર્દીઓનું કેન્દ્ર છે. આ ઉપરાંત, બનાસકાંઠા, સુરત, રાજકોટ અને ભાવનગર પણ ઊંચી સંખ્યા ધરાવે છે. આ જિલ્લાઓમાં બીટા થેલેસેમિયા ટ્રેઈટ (BTM)નું પ્રમાણ ૧.૯૫% અને સિકલ સેલ ટ્રેઈટ (SCT)નું પ્રમાણ ૬.૫૪% છે. ખાસ કરીને બનાસકાંઠામાં BTMનું પ્રમાણ ૪.૪૫% સુધી જોવા મળે છે.
વિશ્વ થેલેસેમિયા દિવસ એ માત્ર એક દિવસ નથી, એ આપણને યાદ અપાવે છે કે આપણે આ બીમારી વિશે વધુ જાણવું, સમજવું અને સમજાવવું જોઈએ, જેથી આવનારી પેઢીને સ્વસ્થ ભવિષ્ય આપી શકીએ.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
