News of Tuesday, 6th May 2025
પાકિસ્તાનમાં સર્જાયેલુ સર્ક્યુલેશન મજબૂત થયું હોવાથી સૌરાષ્ટ્રથે-ઉ. ગુજરાતના ખેડૂતો માટે આફતના સંકેત : પરેશ ગોસ્વામીની આગાહી
6થી 8 મે દરમિયાન ભારે પવન સાથ કેટલાક વિસ્તારોમાં 4 ઈંચથી પણ વધારે વરસાદ પડવાની સંભાવના : 10 તારીખ પછી રાજ્યમાં સ્થિતિ સામાન્ય થશે

અમદાવાદ તા.૬ :રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે. આગામી 3 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે.
પરેશ ગોસ્વામીએ 6થી 8 મે દરમિયાન ભારે પવન સાથે 4 ઈંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
કેટલાક વિસ્તારોમાં 4 ઈંચથી પણ વધારે વરસાદ પડવાની સંભાવના પરેશ ગોસ્વામીએ દર્શાવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના તેમણે દર્શાવી છે.
કચ્છમાં પણ વરસાદની તિવ્રતા વધારે રહેશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. ગુજરાતના તમામ જિલ્લાઓ આગામી દિવસોમાં પ્રભાવિત થશે. પાકિસ્તાનમાં સર્જાયેલુ સર્ક્યુલેશન મજબૂત થયું હોવાનું તેમણે કહ્યું
9 અને 10 મેએ પણ રાજ્યમાં સામાન્ય વરસાદ જોવા મળશે. 10 તારીખ પછી રાજ્યમાં સ્થિતિ સામાન્ય થશે તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
