<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd May 2025

વડોદરામાં વૉન્ટેડ સીકલીગર ગેંગના નાસતા ફરતા સાગરિતને સુરતના ભેસ્તાનમાંથી ઝડપી લેવાયો

સુરત શહેર ક્રાઇમબ્રાંચની ટીમે આરોપી ગુરૂચરણસીંગ ઉર્ફે ગુરૂ ઉર્ફે ક્રિષ્નાસીંગ ચત્તરસીંગ સીકલીગરને ભેસ્તાન રેલ્વે ઓવરબ્રીજ નીચે પટરી પાસેથી ઝડપી લીધો

વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકમાં સીકલીગર ગેંગ વિરુદ્ધ ગુજ્સીટોકનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં બે માસથી નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરમાં જોગીંદરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીંગ સીકલીગર (ભોંડ)એ પોતાના સાગરીતો સાથે મળી 'સીક્લીગર ગેંગ' ના નામથી સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવી હતી આ સંગઠિત ગુના આચરતી ટોળકીના સાગરીતોએ સંગઠીત તેમજ વ્યકિતગત રીતે મિલ્કત વિરૂધ્ધના ઘરફોડ, યોરી, લુંટ, ચેઇન સ્નેચીંગ જેવા ગંભીર પ્રકારના ૨૬૩ જેટલા ગુનાઓ પોતાની ઘાક જમાવી આચરેલ છે. આ ગેંગ વિરુદ્ધ વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકમાં ગુજ્સીટોકનો ગુનો નોંધાયો હતો

આ ગુનામાં કુલ 17 આરોપીઓ (1) જોગીંદરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીંગ (ભોંડ) (2) રાજેન્દ્રસીંગ ઉર્ફે રાજીસીંગ માનસીંગ ટાંક (3) શેરૂસિંગ ચત્તરસિંગ સીકલીગર (4) કલ્લુસીંગ ઉર્ફે અમરસિંગ માયાસિંગ બાવરી (5) કબીરસીંગ ઉર્ફે છોટા કબીર જોગીંદરસીંગ ભૌડ (6) કર્માસીંગ જીવણસીંગ દુદાની (7) વિજેન્દરસીંગ ઉર્ફે બોડો રાજુસીંગ (સીકલીગર) (8) સન્નીસીંગ રાજેશસીંગ રોશનસીંગ ટાંક (9) જોહરસીંગ દિલીપસીંગ સીકલીગર (10) બલજીતસીંગ ઉર્ફે બલ્લી લોહરસીંગ સીકલીગર (11) મહેન્દ્રસીંગ દિલીપસીંગ ભજનસીંગ બાવરી (12) ગુરૂચરણસીંગ ઉર્ફે ગુરૂ ચતરસીંગ ઉત્તમસીંગ સીકલીગર (13) ચંદનસીંગ જીવણસીંગ સીકલીગર (14) રાજેન્દ્રસીંગ રાજુસીંગ તીલપીતીયા (15) જશુસિંહ ઉર્ફે ચીન્ટુસિંહ રાણાસિંહ સિકલીગર (16) રધબીરસીગ ધનુસીંગ બાવરી (17) જસપાલસીંગ ગુરુમુખસીંગ સીકલીગરના નામો જાહેર થયેલ છે. જે પૈકી ટોળકીના લીડર જોગીંદરસીંગ ઉર્ફે કબીરસીંગ સંતોકસીંગ (ભોંડ) તથા અન્ય મળી કુલ 15 આરોપીઓની ધરપકડ કરેલ હતી.

આ ગુનાના આરોપી કબીરસીંગ ઉર્ફે છોટા કબીર જોગીંદરસીંગ ભૌડ તથા ગુરૂચરણસીંગ ઉર્ફે ગુરૂ ઉર્ફે ક્રિષ્નાસીંગ ચત્તરસીંગ સીકલીગર પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા. દરમ્યાન સુરત શહેર ક્રાઇમબ્રાંચની ટીમે આરોપી ગુરૂચરણસીંગ ઉર્ફે ગુરૂ ઉર્ફે ક્રિષ્નાસીંગ ચત્તરસીંગ સીકલીગરને ભેસ્તાન રેલ્વે ઓવરબ્રીજ નીચે પટરી પાસેથી ઝડપી પાડી તેની ધરપકડ કરવામાં આવેલ છે.

પોલીસના જણાવ્યા મુજબ હાલનો આરોપી ગુરૂચરણસીંગ ઉર્ફે ગુરૂ ઉર્ફે ક્રિષ્નાસીંગ ચત્તરસીંગ સીકલીગરની પુછપરછ કરતા પોતે સેન્ટીંગની મજુરી કરવાનું કામ કરે છે. આરોપી અગાઉ કપુરાઈ ગામ, ક્રિષ્ના હોટલની પાછળ, તા.જી.વડોદરા શહેર ખાતે રહેતો હતો અને પોતે પોતાના સાગરીતો સાથે મળીને સુરત શહેર, વડોદરા શહેર, અમદાવાદ શહેર, રાજકોટ, અંકલેશ્વર, પાટણના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી-7, ચેઇન સ્નેચીંગ-2 તથા ઘરફોડ ચોરી-14 મળી કુલ-23 થી વધુ ગુનામાં પકડાયેલ છે તેમજ બે વખત પાસામાં જઇ આવેલ છે. આ ઇસમ પોતાના સાગરીતો સાથે મળીને પ્રથમ વાહન ચોરી કર્યા બાદ તે વાહનનો ઉપયોગ કરી રાત્રીના સુમારે ઘરફોડ ચોરીને અંજામ આપી તેમજ ચેઇન સ્નેચીંગ જેવા ગુનાઓને અંજામ આપી વાહન બિનવારસી છોડી દેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તેમજ પોતાની વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ થતા પોતાની ધરપકડ ટાળવા સારૂ વડોદરા શહેર છોડીને સુરત વિસ્તારમાં સંતાતો ફરતો હતો.

(12:09 AM IST)