તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Friday, 2nd May 2025
રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ (મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 3600 રૂપિયા સુધી બોલાયો: જાણો 16 યાર્ડમાં શું રહ્યા ભાવ
ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 198.37 ટન લીંબુની આવક થઇ : જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 198.37 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ગોંડલ માર્કેટ યાર્ડમા 3600 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો ઉંચો ભાવ 3 હજાર રૂ. અને નીચો ભાવ 1500 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય પોરંબદરમાં 3 હજાર રૂ., મોરબીમાં 2800 રૂ., અમદાવાદમાં 2600 રૂ., મહેસાણામાં 2400 રૂ., પાલીતાણામાં 2 હજાર રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 90 રૂ.થી 180 રૂ. સુધી બોલાયો છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 198.37 ટન લીંબુની આવક થઇ છે.
જિલ્લોઆવક(ટનમાં)સુરત92રાજકોટ35.24અમદાવાદ32ભાવનગર24ભરૂચ3.96મોરબી3પોરબંદર2.2ખેડા1.2મહેસાણા1સુરેન્દ્રનગર1વડોદરા1દાહોદ0.9નવસારી0.84અમરેલી0.03કુલ આવક198.37
કયા માર્કેટ યાર્ડમાં લીંબુનો શું ભાવ રહ્યો?
માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવગોંડલ10003600પોરબંદર24003000રાજકોટ15003000મોરબી14002800અમદાવાદ16002600દાહોદ14002600દામનગર19802400મહેસાણા15002400વઢવાણ20002200પાદરા14002000પાલીતાણા16002000અંકલેશ્વર14001900ભરૂચ12001800સુરત6001800નવસારી14001500નડિયાદ11601200
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
