તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
સુરતના કાપોદ્રા હીરાબાગ પોલીસ ચોકીના મહિલા PSI . ASI અને વચેટીયો 63 હજારની લાંચ લેતા ઝડપાયા
ફરિયાદીના વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં પૈસાની લેતીદેતી મામલે અરજી થયેલ હતી : મહિલા પીએસઆઇ એમે રબારી, ઈસાઈ નવનીતકુમાર જેઠવા અને માનસિંહ સીસોદીયા રંગેહાથ પકડાયા

સુરતમાં કાપોદ્રાની હીરાબાગ પોલીસ ચોકીના પોલીસકર્મીઓ એ.સી.બી.ના છટકામાં સપડાયા છે, કાપોદ્રાના હીરાબાગ પોલીસ ચોકીના મહિલા પોલીસ સબ ઇન્સ્પકેટર એમ.એ.રબારી મધુબેન અમીભાઈ રબારી,અને નવનીતકુમાર હમીરભાઈ જેઠવા, હોદો- એ.એસ.આઈ.,તેમજ માનસિંહ રામભાઈ સિસોદિયા પોલીસ ચોકીમાં રંગે હાથે રૂ. ૬૩૦૦૦ની લાંચ લેતા ઝડપાયા છે ફરિયાદીના વિરુદ્ધ કાપોદ્રા પોલીસમાં પૈસાની લેતીદેતી મામલે અરજી થયેલ હતી
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
