તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
સુરતના 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડ્યા બાદ શારીરિક સબંધ બાંધ્યા :23 વર્ષીય શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઇ
ટ્યુશન ટીચર તેની વિદ્યાર્થિનીને બસ દ્વારા વડોદરા, અમદાવાદ, દિલ્હી અને પછી જયપુર લઈ ગઈ હતી.: વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની કબૂલાત કરી

સુરતમાંથી ગુરુ શિષ્યના સંબંધને શર્મસાર કરતો એક કિસ્સો સામ આવ્યો છે. જેમાં 23 વર્ષીય ટ્યુશન ટીચરે 11 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કર્યું. વિદ્યાર્થિને ભગાડીને તેને લઇને ફરાર થઇ ગઇ હતી. વિદ્યાર્થીને ભગાડ્યા બાદ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા. પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી છે અને તેની સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.
આ ઘટના ચાર દિવસ પહેલા બની હતી.જ્યારે 11 વર્ષના વિદ્યાર્થીના પિતાએ સુરત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પુત્ર તેના 23 વર્ષના શિક્ષક સાથે ગાયબ થઈ ગયો છે. બંને એક જ સોસાયટીમાં રહેતા હતા. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે શિક્ષિકા વિદ્યાર્થીને પોતાની સાથે લઈ ગઈ હતી. આ પછી પોલીસે તપાસ તેજ કરી અને 3 દિવસમાં બંનેને ગુજરાત-રાજસ્થાન સરહદ નજીક શામળાજીથી ચાલુ બસમાંથી તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસે શિક્ષિકાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી.
પોલીસ પૂછપરછ દરમિયાન શિક્ષકે જણાવ્યું કે વિદ્યાર્થી તેની પાસે ટ્યુશન માટે આવતો હતો. એક તરફ વિદ્યાર્થીને ભણવા ન જવા બદલ ઘરે ઠપકો આપવામાં આવી રહ્યો હતો, તો બીજી તરફ શિક્ષિકાનો પરિવાર પણ તેના પર લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો. આનાથી કંટાળીને બંને 25 એપ્રિલે સુરત છોડીને ગયા. પોલીસના જણાવ્યા અનુસાર ટ્યુશન ટીચર તેની વિદ્યાર્થિનીને બસ દ્વારા વડોદરા, અમદાવાદ, દિલ્હી અને પછી જયપુર લઈ ગઈ હતી. આ સમય દરમિયાન બંનેએ જયપુરની એક હોટલમાં બે રાત વિતાવી. બંનેએ ત્રણ દિવસમાં 2,000 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું અને સુરત પાછા ફરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી લીધા.
ડીસીપી ભગીરથ સિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં શિક્ષકે વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની કબૂલાત કરી છે. આ પછી અપહરણ સાથે પોક્સો એક્ટની કલમો ઉમેરી છે. 11 વર્ષની વિદ્યાર્થીની પર શારીરિક શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. પોક્સો ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ 127 પણ લાગુ કરવામાં આવી છે. બંનેની તબીબી તપાસ કરવામાં આવી રહી છે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
