તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
કડી પાસે ૬૫૫ વીધામાં ઈન્ડસ્ટ્રીયલ સીટી નિર્માણઃ બળવંતસિંહના હસ્તે ઉદઘાટન
નીતિન પટેલ, મુકેશ પટેલ, રજની પટેલ વગેરેની હાજરી : કડી-વિઠ્ઠલાપુર હાઈવે ખાતે મેસ્કોટ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદઘાટન પ્રસંગે બળવંતસિંહ રાજપૂત, નીતિન પટેલ, મુકેશ પટેલ વગેરે હાજર રહયા હતા.

રાજકોટ, તા.૧: મહેસાણા પંથકના કડી-વિઠ્ઠલાપુર હાઇવે ખાતે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે નવનિર્મિત મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનું કર્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અત્યાધુનિક ટેકનોલોજી, રિસર્ચ અને વિઝન સાથે આ મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક વિકસાવવામાં આવ્યો છે. આશરે ૬૫૫ વિઘામાં ફેલાયેલા આ ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, હોટલ, ફયૂઅલ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રહેણાકની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે તેમજ ડોરમેટરી કોમ્પલેક્ષ પણ બનાવાયા છે. જેમાં ૧૨,૫૦૦ બેડની ક્ષમતાના ૩૧ ટાવર હશે. આ ઇન્ડસ્ટ્રિયલ સિટી ખાતે ઔધોગિક ક્ષેત્રે રોજગારીની અનેક તકો પણ ઊભી થનાર છે તેમ મેસ્કોટ ગ્રૂપના એમ.ડી. શ્રી સંજયભાઈ પટેલે જણાવ્યું હતું. આજે મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં ૧૩ જેટલી વિવિધ અગ્રગણ્ય કંપનીઓનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મેસ્કોટ ગ્રૂપને આ સમગ્ર નિર્માણ અને આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, પૂર્વ ગળહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઇ પટેલ તથા મોટી સંખ્યામાં ઉધોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
