News of Thursday, 1st May 2025
સૂર્યઘર યોજના વર્તમાન સમયની જરૂરિયાતઃ કલેકટર મેહુલ દવે
સરઢવમાં સસ્તી સૂર્ય ઉર્જા અંગે લોકોને માર્ગદર્શન

ગાંધીનગરના સરઢવ ગામમાં જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ દિશા યોજના વિતરણ કેમ્પ પ્રસંગે હાજરી લોકો સાથે સરકારી યોજનાઓ અંગે સંવાદ કર્યો હતો.(૪૦.૧૮)
રાજકોટ,તા.૦૧: ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ પ્રધાનમંત્રી સૂર્ય ઘરઃ મફત વીજળી યોજના (PMSGMBY)ને એક વર્ષ પૂર્ણ થયું છે.આ એક સસ્તી સૌર ઊર્જા સાથે ઘરોને સશક્ત બનાવવા અને સ્થાયી ભવિષ્ય તરફ ભારતના પરિવર્તન કાળને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ શરૂ કરવામાં આવેલી આ અભૂતપૂર્વ પહેલનો હેતુ રૂફટોપ સોલર પેનલ્સ લગાવવાની સુવિધા આપીને ઘરોમાં મફત વીજળી પૂરી પાડવાનો છે. વિશ્વની સૌથી મોટી સ્થાનિક રૂફટોપ સોલર પહેલ PMSGMBY માર્ચ, ૨૦૨૭ સુધીમાં એક કરોડ ઘરોને સૌર ઊર્જાનો પુરવઠો પૂરો પાડવાના સાહસિક વિઝન સાથે ભારતના ઊર્જા પરિદ્રશ્યને નવો આકાર આપી રહી છે. ગઈકાલે ગાંધીનગરમાં સરઢવ ગામ ખાતે યોજના વિતરણ કેમ્પ દિશાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ યોજના વિતરણ ‘દિશા કેમ્પ' અંતર્ગત સરઢવ ખાતે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેએ રૂબરૂ હાજર રહી, ગ્રામજનોને જરૂરત મુજબ સરકારી યોજનાઓનો લાભ લેવા સાથે, વર્તમાન સમયની તાતી જરૂરિયાત સૂર્ય ઘર યોજના અંતર્ગત વિશે સમજૂતી આપવામાં આવી હતી. તથા વધુમાં વધુ નગરજનો આ યોજનાનો લાભ લે તેવો પણ અનુરોધ કર્યો હતો.
કલેકટર શ્રી મેહુલ કે. દવે દ્વારા ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકાના અંતરિયાળ વિસ્તારો સુધી આ સૂર્યઘર યોજનાની માહિતી અને લાભ પહોંચે તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. કલેકટર સૂર્યઘર યોજનાને વર્તમાન સમયની જરૂરિયાત ગણાવી લાભ લેવા.(૪૦.૧૮)
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
