<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

શનિવારથી વાતાવરણ અસ્‍થિર બનશેઃ ૧૦મી મે સુધીમાં અમૂક વિસ્‍તારોમાં કુલ ૮ ઇંચ વરસાદ પડી શકે

ઝાપટાથી લઇ હળવો, મધ્‍યમ, ભારે વરસાદની સંભાવના

રાજકોટઃ વેધરની એક ખાનગી સંસ્‍થાએ તા.૩ થી ૧૦ મેંસુધીની આગાહી કરતાં જણાવેલ કે ૩ મેંથી  વાતાવરણ અસ્‍થિર બનવા ની શરૂઆત થઇ જશે.  જેમ દિવસો જાય તેમ વરસાદી ગતિવિધિ વધુ જોવા મળશે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સના  આનુંસંગિક યુએસી ૬૦૦hpa to ૫૦૦hpa ઉપર છવાશે.ઘણા દિવસ સુધી યુએસસી , અર્ધ u.a.c ,ટ્રફ  રાજસ્‍થાન ગુજરાત રાજ્‍ય આસપાસ જ લોક જેવી સ્‍થિતિ માં રહેશે.તેની અસર થી રાજ્‍યભર ના વિસ્‍તારો માં માવઠા ની શકયતા છે.માવઠા રૂપી વરસાદ ઝાપટા થી લઇ ને હળવો મધ્‍યમ ભારે વરસાદ ની શકયતા.ટોટલ દિવસો દરમ્‍યાન અમુક  વિસ્‍તારો માં ૮ ઇચ વરસાદ ની શકયતા.ભારે પવન ગાજવીજ કરા સાથે કમોસમી વરસાદ જોવા મળશે.(૩૮.૭)

(11:07 AM IST)