તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th April 2025
અમદાવાદના નારોલમાં સાવકા પિતાએ સગીર પુત્રીની લાજ લૂંટી :શારીરિક શોષણથી ત્રસ્ત દીકરીએ 181ને કોલ કરતા ભાંડો ફૂટ્યો
સગીરાએ પોલીસ સમક્ષ વર્ષોથી પોતાના પર થયેલ દુષ્કર્મ, અડપલાં અને ધમકીની વિગતો આપી

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં માનવતા શરમાઈ જાય તેવી ઘટના સામે આવી છે. એક 12 વર્ષની બાળકી, રોશની (બદલેલું નામ), તેના સાવકા પિતા દ્વારા વર્ષોથી કરવામાં આવતા દુષ્કર્મ અને શારીરિક શોષણથી ત્રસ્ત થઈ ગઈ હતી.અંતે પોતાની હિંમત ભેગી કરીને મહિલા હેલ્પલાઇન 181 પર ફોન કર્યો. આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ઉથલપાથલ મચાવી છે અને મહિલા સલામતીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
રોશનીની માતા દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલ વિગતવાર ફરિયાદ મુજબ, શૈલેન્દ્ર ગુજરાજ સચાન, જે મહિલાના સાથમાં છેલ્લાં દસ વર્ષથી પતિ તરીકે રહી રહ્યો હતો, તે કોરોના સમયથી રોશની પર જાતીય લાલસા ઉઠાવતો રહ્યો. ફરિયાદ મુજબ શૈલેન્દ્ર બાળકી સાથે અવાર-નવાર અડપલાં , કિસ કરતો અને તેને ધમકાવતો કે જો તેણે કોઈને કહ્યું તો તે ગંભીર પરિણામો ભોગવશે.
સંતાપજનક વાત એ છે કે, રોશની પિરિયડના દિવસોમાં પણ શૈલેન્દ્રના ખરાબ વ્યવહારનો ભોગ બની હતી. છેલ્લા કેટલાક દિવસોથી બીજી વાર એકશન લેવાયો ત્યારે રોશનીએ પોતાનું દુઃખ બહાર પાડ્યું અને મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને સમગ્ર ઘટના જણાવી. તરત જ હેલ્પલાઇન ટીમ સહિત મહિલા પોલીસ કર્મચારી અને કાઉન્સિલર ઘટના સ્થળે પહોંચી, જ્યાં માતા અને દીકરીની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી. સગીરાએ પોલીસ સમક્ષ પોતાના પર થયેલ દુષ્કર્મ, અડપલાં અને ધમકીની વિગતો આપી, જેના આધારે નારોલ પોલીસે IPC તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપી શૈલેન્દ્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના માત્ર એક પરિવારની દુ:ખદ કહાની નથી, પણ સમાજ માટે ચેતવણીરૂપ છે કે બાળકોને સંભળાતા સંકેતોને ગંભીરતાથી લેવા જોઈએ. રોશની જેવી બહાદુર બાળકીની હિંમતને સલામ, જેણે ચુપ રહીને નહિ પરંતુ અવાજ ઉઠાવીને અન્ય પીડિતાઓ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
