તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
પોમલાપાડા અને થપાવી ગામની વચ્ચે થયેલા અકસ્માતમાં ઈકો ચાલકે આધેડ રાહદારી અડફેટે લેતા મોત
આધેડ પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા ઈકો ચક્કર ટક્કર મારી સ્થળ પર મોત નિપજાવી ઈકો લઈ નાશી છૂટ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં બનેલી અકસ્માતની ઘટનામાં પગપાળા જઈ રહેલા એક આધેડનું મોત થતા તેમના દીકરાએ પોલીસ ફરિયાદ કરી છે
પ્રાપ્ત માહિતી અનુસાર કમલેશભાઈ ભલુભાઈ વસાવા (રહે. પોમલાપાડા પારસીફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ પોમલાપાડા અને થપાવી ગામની વચ્ચે રોડ ઉપર એક અજાણી ઈક્કો ગાડી જેનો રજી.નંબર ખબર નથી તેના ચાલકે તેના કબ્જામાંની ઇક્કો ગાડીને પુર ઝડપે હંકારી લાવી તેમના પિતાજી ભલુભાઈ મોગાભાઈ વસાવા( ઉ.વ.આ.૬૫)( રહે. પોમલાપાડા પારસીફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓને રોડ પર ચાલતા ચાલતા જતા હતા તે વખતે એકસીડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ મોઢાના ભાગે તથા શરીરે ઓછીવત્તી ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી પોતાનુ વાહન લઈ નાસી જતા દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી ઈકો ચાલકની તપાસ હાથ ધરી છે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
