તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
મોટીબેડવાણ બોડીંગ હોસ્ટેલના કંમ્પાઉન્ડમા મહિલા રસોઈયાને લાકડી મારી ઇજા કરનાર કર્મી સામે ફરિયાદ
ત્યાંના કર્મચારી તેના પત્ની સાથે માથાકૂટ કરતા મહિલા રસોઈયા બેન છોડાવવા પડતા તેમને માર માર્યો

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોટીબેડવાણ ગામની બોડીંગ હોસ્ટેલના કંમ્પાઉન્ડમા મહિલા રસોઈયાને લાકડી મારી ઇજા કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર ઇજા પામનાર કવિતાબેન યશવંતભાઈ સાકારામભાઈ ગામીત તેઓ આ હોસ્ટેલમાં રસોઈયા તરીકે કામ કરે છે તેઓ હોસ્ટેલના કંમ્પાઉન્ડમા હતા તે વખતે મુકેશભાઈ ભાનુભાઈ વસાવા નાઓનો અચાનક તેના હાથમાં લાકડી લઈ દોડી આવી તેમને જેમ ફાવે તેમ ગાળો બોલી જણાવતો હતો કે અમારા પતિ-પત્નીના ઝગડામાં તુ કેમ વચ્ચે પડે છે તેમ કહી તેના હાથમાની લાકડી થી માથાના ભાગે તેમજ જમણા હાથમા સપાટા મારી ફરીયાદીને જમણા હાથમાં ફેકચર કરી તેમજ શરીરે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
