તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
ભરૂચમાં 29 બાંગ્લાદેશી ધૂસણખોરોની અટકાયત : 100 શંકાસ્પદ લોકોને હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા
ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા માટે 50 ટીમો કામે લાગી : એક હજાર લોકોની પુછપરછ કરાઈ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ સુરતમાં 100થી વધુ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી છે અમદાવાદ અને સુરતમાં પોલીસનું મેગા ઓપરેશન કરવામાં આવ્યું હતું અને અંદાજે 1000થી વધુ લોકોની અટકાયત કરાઈ હતી
દરમિયાન ભરૂચમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા માટે 50 ટીમો કામે લાગી છે. આ તપાસ દરમિયાન એક હજાર લોકોની પુછપરછ કરાઈ હતી. તે ઉપરાંત તેમના દસ્તાવેજોની પણ તપાસ કરાઈ હતી. આ તપાસમાં 29 બાંગ્લાદેશી ઘૂસણખોરો મળી આવ્યા હતાં. 100 શંકાસ્પદોને હેડક્વાર્ટર ખાતે લઈ જવાયા હતાં.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ સુરતમાં 100થી વધુ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
