<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

વડોદરા રેલવે સ્ટેશને હાવડા એકસપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવાર પકડાયો

અમદાવાદથી ટ્રેનમાં બેસી કોલકાતા જવા પરિવાર નીકળ્યો હતો. કોલકાતાથી બાંગ્લાદેશ પરિવાર જતો રહે તે પહેલા જ પોલીસે દબોચી લીધા

વડોદરા રેલવે સ્ટેશને હાવડા એકસપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવાર પકડાયો છે. એક મહિલા બે નાના બાળકો સહિત પાંચ લોકો પકડાયા છે. અમદાવાદથી ટ્રેનમાં બેસી કોલકાતા જવા પરિવાર નીકળ્યો હતો. કોલકાતાથી બાંગ્લાદેશ પરિવાર જતો રહેવાનો હતો તેના પહેલા જ પોલીસે તેમને દબોચી લીધા છે

 

(7:42 PM IST)