તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th April 2025
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં અમદાવાદના વૃક્ષારોપણ અને સાયન્સ સિટીની સરાહના કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પીએમ મોદીની વાતને ઉત્સાહિત કરનારી જણાવી

અમદાવાદ: વડાપ્રધાન મોદીએ એપ્રિલ મહિનાનો મન કી બાત કાર્યક્રમ કર્યો હતો. જેમાં તેમણે અમદાવાદની બે વાતને બિરદાવી હતી. પીએમ મોદીએ મન કી બાતમાં એએમસી દ્વારા કરાયેલા વૃક્ષારોપણ અને સાયન્સ સિટી અંગે વાત કરી છે. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પીએમ મોદીની વાતને ઉત્સાહિત કરનારી જણાવી હતી.
પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરીયા ઝીલ અને વૃક્ષારોપણની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અભિયાનને પુરી ઉર્જાથી આગળ વધારવામાં આવી રહ્યુ છે
જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ટાંક્યું હતુ કે, પીએમ મોદી દ્વારા પ્રેરિત 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ સમગ્ર દેશમાં વૃક્ષારોપણ અંગે નવચેતના વ્યાપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અભિયાનને પૂરી ઊર્જાથી આગળ વધારવામાં આવી રહ્યું છે. શહેરમાં મોટા પાયે થયેલા વૃક્ષારોપણ તેમજ તળાવોના નિર્માણની કામગીરી સરાહનીય છે.પીએમએ મન કી બાત કાર્યક્રમમાં આ કામગીરીને બિરદાવી તે આપણા સૌને વૃક્ષારોપણ માટે અથાક પ્રયાસો કરવા ઉત્સાહિત કરનારી છે.
તેમણે અમદાવાદની સાયન્સ સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમા પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, થોડા સમય પહેલા, મેં ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ ગેલેરીઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગેલેરીઓ આપણને આધુનિક વિજ્ઞાનની સંભાવના અને વિજ્ઞાન આપણા માટે કેટલું કરી શકે છે તેની ઝલક આપે છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
