<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

ગોંડલ ખરેખર મિર્ઝાપુર સાબિત થયુઃ અમારા કાફલા પર હુમલો કરાયો : અલ્પેશ કથીરિયાનો આક્ષેપ

ગોંડલમાં એક બાજુ અલ્પેશનું સ્વાગત બીજી બાજુ વિરોધ પ્રદર્શનઃ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ઘર્ષણ ટાળવા કથીરીયાનો રૂટ બદલાયો

ગોંડલઃ રાજકોટથી અલ્પેશ કથીરિયા (Alpesh kathiria) પહોંચ્યા છે. જેમાં પાટીદાર યુવકોએ અલ્પેશ કથીરિયાનું સ્વાગત કર્યું છે. તેમાં ગણેશ (Ganesh jadeja)નો પડકાર ઝીલી કથીરિયા ગોંડલ પહોંચ્યા છે. જય સરદારના નારા સાથે અલ્પેશનું સ્વાગત થયુ છે. રાજુ સખીયા તેમજ પાટીદાર યુવકોએ સ્વાગત કર્યું છે. તેમજ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે વિરોધનું લોકશાહીમાં સ્વાગત છે. ગોંડલમાં દર્શન કરવા માટે આવ્યા છીએ. ગોંડલમાં તમામ લોકો ભયમાં રહે છે.

એક બાજુ અલ્પેશનું સ્વાગત બીજી બાજુ વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ગોંડલમાં અલ્પેશ કથીરિયા આવતા વિરોધ કરાયો છે. તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અલ્પેશ કથીરિયા ગોંડલ પહોંચ્યા છે. ત્યારે અલપેશ કથીરિયાએ જણાવ્યું છે કે ગોંડલમાં ખરેખર મિર્ઝાપુર છે તે સાબિત થયુ છે. અમારી ગાડી પર પથ્થરમારો કરાયો છે. તેમજ ગણેશ જાડેજા એ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ગોંડલની જનતાએ અલ્પેશ કથીરિયાને જવાબ આપી દીધો છે. ડર કે બંદૂકની અણીએ આટલા બધા લોકો ભેગા ન થઈ શકે. ગોંડલમાં કોઈ ડરનો માહોલ નથી મારા ઘરની બહાર 3000 લોકોનો મેળાવડો છે. ગીતા બા જાડેજા અને ગણેશ જાડેજા (Ganesh jadeja) ના બંગલાની બહાર લોકોએ અલ્પેશ કથીરિયા વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા છે.

કોઈ અણબનાવ ન બને તે માટે ગોંડલ પોલીસ દ્વારા અલ્પેશ કથીરિયા નો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જયરાજસિંહના બંગલાની આગળ સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ઘર્ષણ ન થાય તે માટે અલ્પેશ કથીરિયાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા અને જીગીશા પટેલ આશાપુરા મંદિર ખાતે દર્શન કરવા આવી પહોચ્યા છે. આ સાથે તેમના કાફલાની કારના કાચ તોડવામાં આવ્યા છે.

(11:54 AM IST)