<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th April 2025

આ ગુરુકુલ જેવી સંસ્કારધાત્રી સંસ્થા તમોને મળી છે જ્યા તમોને શિક્ષણસાથે સંસ્કાર પણ મળી રહયા છે : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

SGVP ગુરુકુલ છારોડી ખાતે યોજાચેલ માતૃ પિતૃ વંદનાનો અનોખો કાર્યક્રમ 400 બાળકોએ પોતાના માતા પિતાના ચરણ ધોઇ આરતિ ઉતારીપૂજન કર્યું

અમદાવાદ તા.27 શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીઅને કુજવિહારીદાસજી સ્વામીની ઉપસ્થિતિમા SGVP ગુરુકુલ છારોડી ખાતે માતૃ પિતૃ વંદનાનો અનોખોઅને દિવ્ય  કાર્યક્રમયોજાયો હતો.જેમાં SGVP ગુરુકુલ હોસ્ટેલનાં રહેતા 400 ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાના માતાપિતાના ચરણ ધોઇ આરતિ ઉતારીપૂજન કર્યુ હતું.
આપ્રસંગે બાળકોએ માતૃપિતૃ વંદનાને અનુરુપ અને શીખ આપતા નૃત્યો કર્યાહતા.
આ પ્રસંગે અમેરિકા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલા પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન મારફતે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આ ગુરુકુલ જેવી સંસ્કારધાત્રી સંસ્થા આપને  મળી છે જ્યા તમોને શિક્ષણસાથે સંસ્કાર પણ મળી રહયા છે. તે તમારા મહદ ભાગ્ય છે.આપઅહીં ગુરુકુલમાં જે સંસ્કાર મેળવી રહ્યા છો તે જીવનમાં ટકાવી રાખજો ને ભગવાનને કદી ભૂલશો નહી.
આ પ્રસંગે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ આપી પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.અને જણાવ્યુ હતુ કે ભારતીય સંસ્કૃતિ મહાન છે જ્યાં તમોને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય  દેવો ભવ અતિથી દેવો ભવનીશીખ આપી છે.
માતા પિતા  અને વડીલોની સેવા કરજો.ઇઉતાવળ કરશો નહી ધીરજથી કામ લેજો.ભગવાનને ભૂલશો નહીં.

(10:37 AM IST)