તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd April 2025
સુરતના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને બ્લેકમેઇલ કરી ૨૨ લાખથી વધુ ખંડણીના ગુજરાતભરમાં ચકચારી મામલામાં ૧૦ પત્રકારોની અટક કરી પૂછપરછનો ધમધમાટઃ ઐતિહાસિક ઘટના
આ મામલામાં આ પહેલા પ્રકાશ રાઠોડની અટક કરી, પૂછપરછ દરમિયાન તથા ફરિયાદીની ડાયરી ચેક કરતા ઘણી સનસનાટી ભરી વિગતો ખુલી હતીઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં સુરતના ઉધના પીઆઇ એસ.એન.દેસાઈ ટીમ દ્વારા સપાટો ગુજરાતભરમાં આ પ્રકારના ગુન્હા દાખલ કરવા ઉચ્ચસ્તરે નિર્ણયઃ તુર્ત રાજ્યભરમાં પગલા લેવા નિર્ધાર

રાજકોટ તા.૨૩: નો ડ્રગ્સ ઈન સુરત સહિત લોકોના સહયોગીથી સફળ અભિયાન, વિવિધ વિસ્તારોમાં પહોંચી લોકોને સીધા મળી તેમની સમસ્યા જાણવી, આ પદ્ધતિ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અમલમાં મૂકતા લોકોમાં તેમના પ્રત્યે ખૂબ વિશ્વાસ વધ્યો છે. તેમના વિવિધ લોક સંપર્ક દરમિયાન તેમણે જાણવા મળ્યું કે, અભ્યાસમાં નિષ્ફળતા, આર્થિક સંકડામણ, બ્રેકઅપ , સાયબર ફ્રોડ સમસ્યા, વ્યાજ ખોરી જેવા મુખ્ય કારણ છે.
માનવીય અભિગમ અને સમજના છેવાડાના માનવીને પણ મળવામાં જેમને કોઈ સ્ટેટ્સ નડતું નથી તેવા આ આઈપીએસ આ સમસ્યાઓ જાણી તેમને આંચકો લાગ્યો, અને અપમળત્યુના વધતાં જતા આંક ઉપર બ્રેક મારવા લાંબા સમયથી વિવિધ કારણો અને તેના નિવારણ માટે મનોમંથન કર્યું સમાજના વિવિધ વર્ગના લોકો પણ અનુપમસિંહ ગેહલોત સાથે જોડાયા.
આપઘાતનો વિચાર ક્ષણિક આવેશમાં આવી લેવાતો હોય છે, આપઘાત કરનાર વ્યક્તિ સમાજમાં બદનામી જેવા ડરથી કોઇને જાણ કરતો નથી અને શાષા ધર્મ મુજબ વર્ષોના કર્મ પછી મળતી માનવ જિંદગી હતી ન હતી થાય છે. પોલીસ કમિશનરે દરેક વિસ્તારના આંકડા મંગાવ્યા, થોડા સેમ્પલ દ્વારા તારણ કાઢયા, બે ડીસીપી લેવલના અધિકારીને ખાસ જવાબદારી સુપ્રત કરી.અને લોકો સાથે પ્ર૭ેમપૂર્વક સ્ટાફ સમસ્યા વખતે વર્તન કરે તેવી કડક સૂચના સાથે હેલ્પ લાઈને નંબર જાહેર કર્યો. જે રાઉન્ડ ધ કલોક કાર્યરત રહશે.
સુરત શહેરમાં ત્રણ વર્ષમાં નોંધાયેલ આપઘાતના કેસોમા ૪૯૦ અર્થાત ૨૬ ટકા ઘરના ઝઘડાથી બન્યાનુ તારણ નીકળ્યું. પ્રેમ સંબધો ૧૨.૨૨ ટકા ડીપ્રેશન કારણે આપઘાત થયા.૧૧.૭૬ ટકા નોકરી, કારકિર્દી ,સાયબર ફ્રોડ, બ્લેક મેઇલિંગ કારણ જવાબદાર હોવાનું તારણ બહાર આવ્યું.છે. આ સમસ્યા ઉકેલવા માટે પોલીસ હેલ્પ લાઇન સાથે મનોચિકિત્સક તજજ્ઞો પણ પોતાની સેવા આપી રહ્યા છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
