<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

નિરમા યુનિવર્સિટીના યુવા સંશોધકોએ આઈડેન્‍ટિફાય કર્યા નવા એન્‍ટીબેક્‍ટેરિયલ્‍સ

 

એન્‍ટીબાયોટિક રેઝિસ્‍ટન્‍સ એક વૈશ્વિક ચિંતાનો વિષય છે. તેથી WHO/CDC/DBT દ્વારા આઇડેન્‍ટિફાય કરાયેલ પ્રાયોરિટી પેથોજન્‍સ સાથે અસરકારક નવા એન્‍ટીબાયોટિક શોધવાની ખૂબ જરૂરિયાત છે. સ્‍યુડોમોનાસ એરોજીનોસા આ પ્રાયોરિટી પેથોજન્‍સ પૈકી એક છે. નિરમા યુનિવર્સિટી ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ સાયન્‍સ ખાતે ડો. વિજય કોઠારી ના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરી રહેલી જેમિની ગજેરાએ કેટલાક કેમિકલી સિન્‍થેસાઇઝડ કમ્‍પાઉન્‍ડસ્‍માં એન્‍ટી- સ્‍યુડોમોનાસ એક્‍ટિવિટી હોવાનુ સંશોધન તાજેતરમાં કર્યું છે.

આ સંશોધન માટે મળેલા AIMS (Artificial Intelligence Molecular Screening) એવોર્ડ અન્‍વયે Atomwise Inc., USA સાથે કોલાબોરેશનમાં કરવામાં આવ્‍યું છે. Atomwise એ તેમના પેટન્‍ટેડ AtomNet® સોફ્‌ટવેરથી લાખો ટેસ્‍ટ કમ્‍પાઉન્‍ડસ્‌ માંથી ૯૬ એવા કમ્‍પાઉન્‍ડસ્‌ ઈન-સિલિકો સ્‍ક્રીનિંગ પછી અમને મોકલી આપ્‍યા હતા, જે  LasR પ્રોટીન સાથે ઉચ્‍ચ જોડાણ ની સંભવિતતા ધરાવતા હોવાનું અનુમાન કરવામાં આવ્‍યું હતું. જેના  લેબમાં સ્‍યુડોમોનાસ એરોજીનોસા સાથે એક્‍ટિવિટી માટે વેટ-લેબ ટેસ્‍ટિંગ કર્યું હતું. આ સ્‍ક્રીનિંગ માટે એક કૃમિ (Caenorhabditis elegans) નું મોડેલ હોસ્‍ટ તરીકે ઉપયોગ કરાયો હતો. એક વર્ષમાં આ ૯૬ કમ્‍પાઉન્‍ડસ્‌ ના સ્‍ક્રીનિંગના અંતે ૧૧ કમ્‍પાઉન્‍ડસ્‌ માં એન્‍ટી- સ્‍યુડોમોનાસ અને ૫૫ કમ્‍પાઉન્‍ડમાં આકસ્‍મિક રૂપે એન્‍ટી વોર્મ એક્‍ટિવિટી ડિટેક્‍ટ થઈ હતી.

આ સંશોધનનું મહત્ત્વ એ પરિપ્રેક્ષ્યમાં સમજી શકાય છે કે આજે આખી દુનિયામાં એન્‍ટીબાયોટિક રેઝિસ્‍ટન્‍ટ રોગના લીધે લગભગ ૪.૯૫ મિલિયન લોકો મૃત્‍યુ પામે છે. કૃમિ દ્વારા થતા રોગોના કેસોની સંખ્‍યા પણ લગભગ ૨ બિલિયન અંદાજવામાં આવે છે. આ કમ્‍પાઉન્‍ડસ્‌ માં કોઈપણ પ્રકારની બાયોલોજીકલ એક્‍ટિવિટી હોવાનુ આ પ્રથમ રિપોર્ટ છે. આ અભ્‍યાસ દ્વારા ઓળખાયેલ ૧૧ સંયોજનો નોવલ એન્‍ટી-પેથોજેનિક દવાનો વિકાસ માટે ઉપયોગી લીડ સાબિત થઈ શકે છે. (૩૬-૬)

(2:36 PM IST)