તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th April 2025
અમદાવાદમાં 15 લાખની લાંચના કેસમાં આરોગ્ય વિભાગના અધિક સચિવના 2 દિવસના રિમાન્ડ મંજુર
દિનેશ પરમારને સિટી સિવિલ કોર્ટ ભદ્ર ખાતે રજૂ કરાતા કોર્ટે 19 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદમાં 15 લાખની લાંચ માગવા મામલે નિવૃત ડીન ગીરીશ પરમાર અને આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર સામે ACBએ ગુનો દાખલ કર્યો હતો. ACBએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની ધરપકડ કરી હતી. દિનેશ પરમારને સિટી સિવિલ કોર્ટ ભદ્ર ખાતે રજૂ કરવામાં આવ્યો હતો. દિનેશ પરમારને કોર્ટે 19 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
અમદાવાદ શહેર એ.સી.બી.પો.સ્ટે.માં આરોપી નં (૧) દિનેશ બાબુભાઇ પરમાર ( કરાર આધારીત ) અધિક સચિવ ( તપાસ) આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, નવા સચિવાલય ગાંધીનગર સામે 15 લાખની લાંચ લેવાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તા.૧૭/૦૪/૨૦૨૫ ના રોજ દિનેશ પરમારને નામદાર સીટી સિવિલ કોર્ટ ભદ્ર ખાતે રજુ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે આરોપી ના તારીખ ૧૯/૦૪/૨૦૨૫ નાં ૧૫/૦૦ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ કેસની વિગત મુજબ આરોપી દિનેશ પરમારે આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બેગસ મેડિકલ પ્રેક્ટીસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદ આરોગ્ય વિભાગના કમિષનરને કરી હતી. આથી ફરિયાદી અને તેના સાથી ડોક્ટરને ફરજ મોકુફી પર ઉતારી દેવાયા હતા. જેમાં ફરિયાદી અને સાથી ડોક્ટર વિરૂધ્ધની તપાસ તરફેણમાં કરવા માટે બન્ને પાસે દિનેશ પરમારે રૂ.30 લાખની લાંચ માંગી હતી. જેમાં 15 લાખ એડવાન્સ આપવાનું અને બાકીના કામ પુરૂ થયા બાદ આપવાનું નક્કી થયું હતું. બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા 15 લાખ પોતાના ઘરે આપી જવા ફરિયાદીને ગિરાશ જેઠાલાલ પરમારે બોલાવ્યો હતો.જેમાં ગિરીશ પરમાર 15 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. જ્યારે તે સમયે દિનેશ પરમાર સામે ગુનો નોંધાયો હતો.
ગુજરાતમા ACB વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
