તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th April 2025
ગરુડેશ્વર તાલુકામાં ઝેરી દવા પીનાર આધેડનું મોત અને પાણીમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં બનેલ બે ઘટનામાં એક આધેડનું મોત નીપજ્યું છે જ્યારે એક યુવાન પાણીમાં ડૂબી જતાં તેનો મૃતદેહ મળી આવ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર શાંતીલાલ રતનભાઈ.વસાવા (ઉ.વ.૬૦)( રહે.બારખાડી તા-ગરુડેશ્વર જી.નર્મદા) નાઓએ તા.૧૧/૦૪/૨૦૨૫ ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી જતા રાજપીપળા સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલ હતા અને દર્દિને સારવાર અર્થે દાખલ કરેલ હતા આ દર્દીનું તા.૧૪/૦૪/૨૦૨૫ નું સારવાર દરમ્યાન મોત થતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
જ્યારે બીજી ઘટના માં સંજયભાઇ ભરતભાઇ તડવી (ઉ.વ ૨૮)( રહે વાગડીયા ખેડ ફળીયુ તા.ગરુડેશ્વર જી. નર્મદા )નાઓ ગઇ તા.૧૩/૦૪/૨૦૨૫ના દિવસે વાગડીયા ગામ નજીક આવેલ વડલાવાળા ધરામા નહાવા ગયેલ તે વખતે પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી ડુબી ગયેલ ગયા બાદ તા.૧૪/૦૪/૨૦૨૫ ના રોજ સુર્યકુંડ ખાતે થી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
