<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

રાજપીપળા નજીક પોઇચા ગામે બારીયા પરિવાર તરફથી સપ્તચંડી યજ્ઞ યોજાયો

ગામના 70 યુવાનોએ યજ્ઞમાં ભાગ લઇ પૂજા પાઠ કર્યાં

( ભરત શાહ દ્વારા )નર્મદા: રાજપીપળાથી 12 કિમિ દૂર નર્મદા નદી કિનારે આવે પોઇચા ગામના મહાકાળી મંદિરે બારીયા પરિવાર તરફથી સપ્તચંડી યજ્ઞ યોજાયો હતો

    પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા નીર ની સાક્ષી એ યોજાયેલ પોઇચા ગામના સપ્તચંડી યજ્ઞમાં ગામના 70 જેટલા યુવાનોએ ભક્તિભાવ પૂર્વક ભાગ લઇ પૂજા અર્ચના કરી હતી અને યજ્ઞમાં આહુતિ આપી હતી. પોઇચા ગામ બારીયા સમાજના અગ્રણી અને દુધધારા ડેરીના પૂર્વ ડિરેક્ટર દિનેશ બારીયાએ જણાવ્યું હતું કે ગામમાં ધાર્મિક વાતાવરણ સર્જાય અને યુવાનોમાં ધાર્મિક સંસ્કારનું સિંચન થાય તે માટે સપ્તચંડી. યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે રાજ્ય સહકારી સંઘ ના વાઇસ ચેરમેન રવિન્દરસિંહ રાણા , ગુજકોમાસોલ ડિરેક્ટર સુનિલ પટેલ , પાલિકા પૂર્વ પ્રમુખ ભારતીબેન તડવી સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .


 

(12:43 AM IST)