<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

૨૭ એપ્રિલે નર્મદા જિલ્લાના 30 પર્યાવરણ યોદ્ધાઓને પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

નર્મદાના 30 શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓને ગાંધીનગરમાં સન્માનિત કરાશે.

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રવર્તમાન સમયમાં પર્યાવરણ સંરક્ષણની તાતી જરૂરિયાત છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે અને આવનારી પેઢીને ગ્લોબલ વોર્મિંગની દુરોગામી અસરોથી બચાવવા સમાજને સૌથી વધુ ભરોસો હોય તો તે શિક્ષક સમુદાય છે. ગુજરાતના શિક્ષકોએ "હું છું પર્યાવરણ સંરક્ષક" મુહિમ ચલાવી છે, જેમાં પ્લાસ્ટિક મુક્ત શાળા અને પર્યાવરણ સંદર્ભે નાનામાં નાની કામગીરીને પણ બિરદાવવાનો સંકલ્પ આજે વટ વૃક્ષ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતના શિક્ષકો પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કટિબદ્ધ બન્યા છે. ત્યારે આવા શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓને સન્માનવાનો કાર્યક્રમ માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ અને બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૨૭ એપ્રિલના રોજ ટાઉનહોલ, ગાંધીનગર મુકામે યોજાશે. જેમાં અંદાજિત 2525 થી વધુ શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ- ૨૦૨૫થી સન્માનિત કરવામાં આવશે.

 આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના 29 શિક્ષકો અને પર્યાવરણ સંરક્ષકોનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે.
રાજ્ય સંયોજક મિનેષ ભાઇ પ્રજાપતિ અને  શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોષી ના માર્ગદર્શન હેઠળ આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના 30 જેટલા પર્યાવરણ સંરક્ષણ ની સેવાકીય પ્રવૃત્તિઓ કરનારને  પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવશે.
જિલ્લાની અને તાલુકાના સંયોજક ટીમના મુખ્ય સૂત્રધાર બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઇ મકવાણા એ આ અભિયાનને સ્વૈચ્છિક રીતે નર્મદા જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ ની જાગૃતિ ફેલાવી હતી જેના કારણે 30જેટલા શિક્ષકો અને પર્યાવરણ સંરક્ષણ પ્રેમીઓ ને 27 એપ્રિલે ગાંધીનગર ટાઉન હોલ ખાતે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમ માં 2000 જેટલી કાપડ ની થેલી દાન પેટે માંગરોલ ગામના સેવાભાવી સેવક મહેન્દ્રભાઇ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી છે . જે નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે. 30જેટલા પર્યાવરણ સંરક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનાર પર્યાવરણ સંરક્ષકો ને નર્મદા જિલ્લાના તમામ સમાજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે

(12:40 AM IST)