<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

અમદાવાદ બાપુનગરમાં પોલીસને તલવાર બતાવનારાને કાયદાનું ભાન કરાવાયું :આખરે મુખ્ય આરોપીની ધરપકડ

ગુનામાં મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવો બનાવ બાદ ફરાર થઈ ગયો હતો: ક્રાઈમ બ્રાન્ચે કલોલથી ધરપકડ કરી:આરોપી વિરુદ્ધ અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા

અમદાવાદના બાપુનગરમાં પોલીસકર્મીને હથિયાર બતાવી જબરજસ્તી પોલીસને ગાડીમાં બેસાડી રવાના થઈ જવા કહ્યું હતું.આ અંગેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આરોપીએ રખિયાલ વિસ્તારથી આતંક શરૂ કર્યો હતો જે બાપુનગર સુધી ચાલ્યો હતો. રખિયાલ અને બાપુનગર પોલીસે અલગ અલગ ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આ ગુનામાં સમીર ઉર્ફે ચિકના અને મહેબૂબ મિયા શેખની ધરપકડ કરી હતી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ શેખ અને ફૈઝલ શેખની ધરપકડ કરી હતી. ચારે આરોપીઓને પોલીસે ધરપકડ કરી હતી અને જે તે સમયે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

અમદાવાદ ના બાપુનગર વિસ્તાર માં ચાર મહિના પેહલા પોલીસ ઉપર હુમલાની કોશિશ અને વિસ્તાર માં આતંક મચાવનાર વધુ એક આરોપી મોહમ્મદ સર્વર ઉર્ફે કડવોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને બાપુનગર પોલીસને સોંપ્યો છે. આરોપીએ પોલીસને હથિયાર બતાવી ગાડીમાં બેસવા ઉપર મજબૂર કરેલ તે જગ્યા ઉપર આરોપીને લઈ જઈ પોલીસે ઉઠક બેઠક કરાવવામાં આવેલ. આ ગુનામાં 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે જેનું આજે પોલીસે બનાવની જગ્યાએ જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો.18 ડિસેમ્બરના રોજ બનેલ ઘટનામાં પોલીસે સમીર ઉર્ફે ચિકના અને મહેબૂબ મિયા શેખની ધરપકડ કરી હતી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ શેખ અને ફૈઝલ શેખની ધરપકડ કરી હતી.આરોપી વિરુદ્ધ અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા છે.આરોપી રાયોટિંગ, ગુજસીટોક સહીતના ગુનામાં ફરાર હતો.આરોપીની ધરપકડ કરીને બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આરોપીને પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખીને રિ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું..

આ ગુનામાં મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવો બનાવ બાદ ફરાર થઈ ગયો હતો જેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કલોલથી ધરપકડ કરી છે.આરોપી વિરુદ્ધ અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા છે.આરોપી રાયોટિંગ, ગુજસીટોક સહીતના ગુનામાં ફરાર હતો.આરોપીની ધરપકડ કરીને બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આરોપીએ જે જગ્યાએ પોલીસે સાથે તકરાર કરી હથિયાર બતાવ્યા હતા તે જ જગ્યાએ પોલીસે આરોપીને હાથમાં હાથકડી પહેરાવી વરઘોડો કાઢ્યો હતો.આરોપીને પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખીને રિ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આરોપીને સ્થળ પર પોલીસે ઉઠક બેઠક પણ કરાવી હતી

(10:19 PM IST)