<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

અમદાવાદમાં રીક્ષા પાર્ક કરવા જેવી નજીવી બાબતે યુવકની છરીના ઘા ઝીકી હત્યા: મહિલા સહીત ચાર લોકોની ધરપકડ

વટવા પોલીસે મૃતક જાવેદના ભાઈ જુનેદ પટેલની ફરિયાદ નોંધીને મોહમદ જમીર શેખ, મોહમદ જાફર શેખ, કાસમભાઈ શેખ તથા રાશીદાબાનુ જાફર શેખ સામે હત્યાનો ગુનો નોંધીને મહિલા સહિત ચારની ધરપકડ કરી

અમદાવાદના વટવા ચાર માળીયા પાકીસ્તાન વિભાગ પાસે રીક્ષા પાર્ક કરવા જેવી નજીવી બાબતે મહિલા સહીત ચાર લોકોએ ભેગા થઇને એક યુવકને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે વટવા પોલીસે મૃતક યુવકના ભાઈની ફરિયાદના આધારે મહિલા સહીત ચારની સામે હત્યાનો ગુનો નોંધીને ચારેયની ધરપકડ કરી છે.

વટવા સૈયદવાડી વિસ્તારમાં સંયુક્ત પરિવાર સાથે રહેતો મોહમદ જુનેદ પટેલ ગારમેન્ટના કારખાનામાં નોકરી કરે છે. જુનેદ પટેલનો નાનો ભાઈ જાવેદ ભાડાની રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. શનિવારે જુનેદ પટેલ તેના સહ પરિવાર સાથે જમાલપુર પગથીયા ખાતે રહેતી તેની બહેના ઘરે ગયા હતા. ત્યારે રાત્રીના દસ વાગ્યાની આસપાસના જાવેદ પટેલ હું વર્ધીમાં જાઉં છે તેમ કહીને પિતાનું ટુ-વ્હીલ લઈને નીકળી ગયો હતો. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો જમાલપુરથી મોડી રાત્રે ઘરે આવ્યા અને સુઈ ગયા હતા. ત્યારે મોડી રાત્રે ત્રણ વાગ્યે જુનેદ પટેલના પિતાના મોબાઈલ પર જાવેદના નંબરથી અજાણી યુવતીએ ફોન કર્યો અને જણાવ્યું કે જાવેદની માથાકૂટ થઇ છે અને છરીઓ મારેલી છે અને તેને એલ.જી.હોસ્પિટલ ખાતે લઇ જઈએ છીએ આટલું સાંભળતાની સાથે જ પરિવારના તમામ સભ્યો ગભરાઈ ગયા અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. ત્યારે જાવેદની સારવાર  દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. 

આ સમયે હોસ્પિટલમાં સનમ નામની માહિલા રડી રહી હતી તેણે કહ્યું કે જાવેદ સાથે મારા નિકાહ થયેલા છે અને ગઈકાલે રાત્રે જાવેદ મને મળવા આવ્યો ત્યારે વટવા ચાર માળીયા પાકિસ્તાનમાં રહેતો મોહમંદ જમીર શેખ તેને ઇનસ્ટાગ્રામમાં વિડીયો કોલમાં ગાળો ભાંડી રહ્યો હતો અને વટવા ચાર માળીયા પાસે બોલાવતો હતો. તેથી જાવેદ મોહમંદ જમીર શેખને મળવા ગયો હતો. જ્યાં આગળ જમીર અને તેના પરિવારના લોકોએ ભેગા થઈને જાવેદને છરીના ઘા ઝીક્યા હતા. તદુઉપરાંત મહિલાએ મૃતક જાવેદના ભાઈને જણાવ્યું હતું કે જાવેદ લાલ દરવાજા પાસે રીક્ષા લગાવતો હતો.અને ત્યાં આગળ જ મોહમંદ જમીર શેખ પથારો લગાવતો હતો. તેથી બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલતી હતી. આ મામલે વટવા પોલીસે મૃતક જાવેદના ભાઈ જુનેદ પટેલની ફરિયાદ નોંધીને મોહમદ જમીર શેખ, મોહમદ જાફર શેખ, કાસમભાઈ શેખ તથા રાશીદાબાનુ જાફર શેખ સામે હત્યાનો ગુનો નોંધીને મહિલા સહિત ચારની હત્યાના ગુનામાં ધરપકડ કરી છે.

(7:09 PM IST)