<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

અમદાવાદના નિકોલમાં વગર વરસાદે ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યાં

ગોપાલ ચોકના ત્રસ્ત નાગરિકો સ્થાનિક કોર્પોરેટોરોને ગટરનું ગંદુ પાણી ગંગાજળ તરીકે અર્પણ કરશે !

અમદાવાદ : શેરના નિકોલના ગોપાલ ચોક ખાતે આજે પણ પરિસ્થિતિ જેમની તેમ યથાવત રહેવા પામી છે. વગર વરસાદે ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યાં છે. કોર્પોરેશનની ઝોનલ ઓફિસમાં જઈને રજૂઆત કરવા છતા અને  એડિશનલ કમિશનરે સ્થળ મુલાકાત કરીને કચેરીએ પરત ગયા હોવા છતાય કોઈ જ ફળદાયી પરિણામ આવ્યુ નથી. સ્થાનિકોમાં કોર્પોરેટર પ્રત્યે ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે. જો સમસ્યાનું સમાધાન નહીં આવે તો સ્થાનિકો આ ગટરનું પાણી કોર્પોરેટરને ગંગાજળ તરીકે અર્પણ કરશે.

 

(6:09 PM IST)