<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

સાબરમતી નદીમાં નહાવા ગયેલા અમદાવાદના ચાંદખેડાના બે યુવકો ડૂબી ગયા: એકનો મૃતદેહ મળ્યો :અન્યની શોધખોળ

ભારે જહેમત બાદ 19 વર્ષીય આર્યન સિંહ રાજપૂતની લાશ મળી:બીજો યુવક અંશ પડિતની શોધખોળ ચાલુ

અમદાવાદ :સાબરમતી નદીમાં નહાવા ગયેલા બે યુવકો ડૂબી ગયા છે. બંને યુવકો અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ એકનો મૃતદેહ મળી ગયો છે અને અન્ય એકની શોધખોળ થઈ રહી છે. 

અમદાવાદના ચાંદખેડાના રહેવાસી બે યુવકો વધતી ગરમીના પ્રકોપે ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં નહાવા ગયા હતાં. આ દરમિયાન બંને યુવકો નદીમાં ડૂબી ગયા હતાં. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ 19 વર્ષીય આર્યન સિંહ રાજપૂતની લાશ મળી આવી આવી છે. આ સિવાય બીજો યુવક અંશ પડિતનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. જેની શોધખોળ શરૂ છે. યુવકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે.

(5:16 PM IST)